બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Top 5 list of players who have won the most 'Player of the Match' titles in the history of T-20 Internationals.

ક્રિકેટ / T-20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં સૌથી વધારે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આ ખેલાડીઓના નામે, આ રહ્યું Top 5 લિસ્ટ

Megha

Last Updated: 10:14 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Player Of The Match In T20 Internationals: વેસ્ટઈન્ડિઝ સામેની ત્રીજી ટી-20 મેચ ટીમ ઈન્ડિયા જીતી હતી જેમાં સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું? જાણો

  • ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામેની ત્રીજી ટી-20માં સાત વિકેટથી જીતી હતી 
  • સૂર્યકુમાર યાદવ એ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો
  • T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું? 

The Most Player Of The Match In T20 Internationals: ભારતે વેસ્ટઈન્ડિઝને ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલમાં સાત વિકેટથી હરાવતા પાંચ મેચની સીરિઝમાં જબરદસ્ત વાપસી કરી હતી. પાંચ મેચની આ સીરિઝમાં પહેલી બે મેચ હાર્યા બાદ હાર્દિકની સેના એ ત્રીજી મેચ જીતી હતી પણ હજુ સીરિઝ જીતવાની બાકી છે. સીરિઝની છેલ્લી બે મેચ 12 અને 13 ઓગસ્ટે લોડરહિલ, ફ્લોરિડામાં રમાવવાની છે. 

પાંચ મેચની સીરિઝની ત્રીજી કરો કે મરોની મેચમાં ભારતની જીત જરૂરી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 159 રન બનાવ્યા હતા. જવાબમાં સૂર્યકુમાર યાદવે એકલાએ જ અડધાથી વધારે રન બનાવી દીધા હતા. સૂર્યા 44 બોલમાં 83 રન બનાવીને આઉટ થયો હતો અને એ મેચનો પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. એવામાં ચાલો જાણીએ કે T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ કયા ખેલાડીએ જીત્યો છે.. ટોપ - 5 ખેલાડીની યાદી 

વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. તેને અત્યાર સુધી રમાયેલી 115 મેચમાંથી 15 વખત આ એવોર્ડ મળ્યો છે. આ યાદીમાં તે પ્રથમ સ્થાને છે.

અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી મોહમ્મદ નબી આ યાદીમાં બીજા નંબર પર છે. તેણે 109 ટી20 મેચમાં 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

આ યાદીમાં સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 51 T20 ઈન્ટરનેશનલમાં 12 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

રોહિત શર્મા અત્યાર સુધીમાં T20 ઈન્ટરનેશનલમાં 148 મેચ રમી ચૂક્યો છે અને 12 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આ યાદીમાં તે ચોથા સ્થાને છે.

પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન અત્યાર સુધીમાં 85 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે, જેમાંથી તેણે 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. તે આ યાદીમાં પાંચમા નંબરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ