બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Today's Rajkot tour of CM Bhupendra Patel canceled after accident in Sarveswar Chowk, know what was the programme

નિર્ણય / સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલનો આજનો રાજકોટ પ્રવાસ રદ, જાણો શું હતો કાર્યક્રમ

Malay

Last Updated: 08:04 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં સર્વેશ્વર ચોક વિસ્તારમાં મોટી દુર્ઘટના, આજે CM ભૂપેન્દ્ર પટેલનો રાજકોટનો પ્રવાસ રદ

  • આજે રાજકોટનો CMનો કાર્યક્રમ રદ 
  • CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ થયો રદ 
  • સર્વેશ્વર ચોકમાં દૂર્ઘટના બાદ કાર્યક્રમ થયો રદ
  • માધાપર બ્રિજનું લોકાર્પણનો હતો કાર્યક્રમ

Rajkot News: રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં ગતરોજ સર્જાયેલી મોટી દુર્ઘટના બાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે રાજકોટ ખાતે યોજાનાર સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રદ કરાયો છે. સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટના માધાપર બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. 

શું સર્જાઈ હતી દુર્ઘટના?
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં ગતરોજ મોટી દુર્ઘટના ઘટી હતી. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. 

સ્થાનિક નેતાઓ પહોંચ્યા હતા ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિના તાંગ મેળવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શહેર ભાજપના અગ્રણીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. 

એક મહિલાનું મોત અને 10થી વધુ ઈજાગ્રસ્ત
સમગ્ર દુર્ઘટનામાં એક ભાવનાબેન ઠક્કર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ