બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today is the last day to fill the form to become a teacher in secondary schools

મહત્વના સમાચાર / માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, જલ્દી કરો નહીં તો રહી જશો

Malay

Last Updated: 07:53 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાન સહાયકની ભરતીઃ જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા, તેઓની માટે આજે છેલ્લી તક છે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

  • શિક્ષણ વિભાગે બહાર પાડી છે જ્ઞાન સહાયકની ભરતી
  • આજે આ ભરતી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 
  • 11 મહિના કરાર આધારિત જ્ઞાન સહાયકની કરાશે ભરતી 

રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં ઠરાવ બહાર પાડીને રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર નિયમિત ભરતી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તે માટે જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. મહત્વનું છે, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં 26 ઓગસ્ટથી ફોર્મ ભરાવાના શરૂ થયા હતા. આજે 4 ઓગસ્ટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

શિક્ષણ વિભાગે બહાર પાડ્યો હતો પરિપત્ર
શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે
પરિપત્રમાં જણાવાયું હતું કે, ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઇન્ટરવ્યૂ દ્વારા કરાશે પસંદગી
પરિપત્રમાં ઉમેદવારને અરજી કરતા પહેલા વેબસાઇટ પર ભરતીને લઈને મુકવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચનાઓ વાંચી લેવાની પણ વિનંતી કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે. 

જરૂરી માહિતી
જગ્યાનું નામઃ જ્ઞાન સહાયક (માધ્યમિક)
ઓનલાઈન અરજી કરવાની તારીખઃ 26/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખઃ 04/09/2023
પગાર ધોરણઃ રૂ.24,000/- ફિક્સ
વય મર્યાદાઃ 40 વર્ષ (વધુમાં વધુ 40 વર્ષ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ