બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / today india and pakistan will play match for asia cup

IND vs PAK / 307 દિવસ પછી ફરી એ જ મેદાન પર પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જાણો આ વખતે કોનું પલડું ભારે

Khevna

Last Updated: 04:42 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે 307 દિવસ પછી દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં મેચ રમાશે.

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 
  • દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે મેચ 
  • છેલ્લે પણ આ જ સ્ટેડીયમમાં સામસામે આવ્યા હતા ભારત-પાકિસ્તાન 

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 

ભારત અને પાકિસ્તાનની ટીમ આજે સાંજે 7:30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં સામસામે જોવા મળશે. આ એ જ મેદાન છે, જ્યાં આ બંને ટીમ છેલ્લી વાર સામસામે આવી હતી. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરનાં બી ગ્રુપ સ્ટેજનાં એક મેચમાં બંને ટીમનો મુકાબલો થયો હતો. આ મુકાબલામાં ભારતને 10 વિકેટથી હાર મળી હતી. 

આ પહેલી વાર હતું જ્યારે કોઈ વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન સામે હાર મળી હોય. હવે જ્યારે 307 દિવસ બાદ બંને ટીમ એકવાર ફરી એ જ મેદાન પર સામસામે આવશે, ત્યારે ભારતની કોશિશ છેલ્લી વખતનો હિસાબ ચૂકતો કરવાની રહેશે. 

એશિયા કપમાં હાવી રહ્યું છે ભારત 
એશિયા કપમાં ભારત - પાકિસ્તાન ટીમો વચ્ચે અત્યાર સુધી 14 મુકાબલા થયા છે. આમાંથી 8માં ભારતને જીત મળી છે. જ્યારે 5માં પાકિસ્તાન જીત્યું છે. એક મુકાબલાનું રીઝલ્ટ મળ્યું ન હતું. એશિયા કપમાં છેલ્લા ત્રણ મુકાબલામાં ભારતે જ બાજી મારી છે. ભારતે ફેબ્રુઆરી 2016માં ટી 20 ફોર્મેટમાં એશિયા કપમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. ત્યાર બાદ સ્પતેમ્બર 2018માં ભારતે જીત મેળવી હતી. પાકિસ્તાનને છેલ્લી વખત 2014માં ભારત સામે એશિયા કપમાં જીત મળી છે. 

ટોસ ભજવશે મહત્વનો ભાગ 
ભારતીય ટીમ આંકડાઓમાં અને કાગળ પર પાકિસ્તાન કરતા મજબૂત છે પણ જો ટોસ પાકિસ્તાનનાં પક્ષમાં ગયો તો ટીમ ઇન્ડીયા માટે મુશ્કેલી પેદા થઇ શકે છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં મોટાભાગે બોલિંગ કરનાર ટીમને ઘણી તકલીફ પડે છે. આવામાં અહીં ચેઝ કરવું સરળ છે. એટલા માટે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ