બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOC Asit Modi's new explanation regarding the 'Tarak Mehta' serial controversy: Shailesh Lodha did not win in the court

TMKOC / 'તારક મહેતા' સિરિયલ વિવાદને લઈને આસિત મોદીનો નવો ખુલાસો: કોર્ટમાં નથી જીત્યા શૈલેષ લોઢા, કહ્યું એમના વર્તનથી મને...

Megha

Last Updated: 03:30 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMKOC Controversy: અસિત મોદીએ શૈલેષ લોઢાંના કેસ જીતવા વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'તેને ખોટું કહ્યું છે કે કેસ જીત્યો છે. કોર્ટના આદેશ અનુસાર અમે બંનેએ પરસ્પર સંમતિથી સમાધાન કર્યું છે.

  • 'તારક મહેતા...' શો કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે 
  • શૈલેષે ખોટું કહ્યું કે તેને કેસ જીત્યો છે...- અસિતે આપી પ્રતિક્રિયા 
  • કોઈ અભિનેતા શો છોડે તો કેટલાક કાગળો પર સહી કરવી પડે

TMKOC Controversy Asit Modi and Shailesh Lodha: નાના પડદાનો સૌથી લાંબો ચાલતો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. શોના મેકર્સ પર ઘણા ચોંકાવનારા આરોપો લાગ્યા છે. આવો જ એક કિસ્સો અભિનેતા શૈલેષ લોઢા સાથે બન્યો હતો. શો છોડ્યા બાદ તેને ફી ન ચૂકવવા બદલ મેકર્સ સામે કેસ કર્યો હતો અને શૈલેશે જણાવ્યું કે તે હાલમાં જ કેસ જીત્યો છે અને અસિત મોદી તેને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. હવે આ સમગ્ર મામલે અસિતે જવાબ આપ્યો છે.

શૈલેષે ખોટું કહ્યું કે તેને કેસ જીત્યો છે...
જ્યારે શૈલેષે આ દાવા કર્યા ત્યારે અસિતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જ્યારે હવે નિર્માતાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. અસિતે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે 'શૈલેષે ખોટું કહ્યું છે કે તેને કેસ જીત્યો છે. કોર્ટના આદેશ અનુસાર અમે બંનેએ પરસ્પર સંમતિથી સમાધાન કર્યું છે. એવું નથી કે તે કોઈ કેસ જીતી ગયો. આવી ખોટી માહિતી શેર કરવા પાછળનો તેમનો હેતુ સમજી શકતો નથી. જો મામલો છોડી દેવામાં આવે અને તથ્યોને વિકૃત કરવામાં ન આવે તો અમે એ વાતની પ્રશંસા કરીશું."

કોઈ અભિનેતા શો છોડે તો કેટલાક કાગળો પર સહી કરવી પડે
આસિતે પણ શૈલેષના આરોપોનો જવાબ આપ્યો છે. એમને કહ્યું કે 'જ્યારે કોઈ અભિનેતા શો છોડે છે, ત્યારે એક પ્રક્રિયા હોય છે અને તેણે કેટલાક કાગળો પર સહી કરવી પડે છે, જેને શૈલેશે સાઈન કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે તેનું પેમેન્ટ રોકી દેવામાં આવ્યું હતું. આ બાબતે બેસીને વાત કરવાને બદલે, અસિતે NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)માં જઈને આ મામલાને કોર્ટમાં લઈ જવાનું યોગ્ય માન્યું. અસિતે શૈલેષને 'પરિવાર જેવા' ગણાવ્યા અને કહ્યું કે 'હું તેના વર્તનથી ખૂબ ગુસ્સે છું'.

શૈલેષ લોઢાને સમયસર પેમેન્ટ આપવામાં આવ્યું
અસિતે કહ્યું કે શૈલેષ તેની સાથે 14 વર્ષથી કામ કરતો હતો. શરૂઆતના દિવસોમાં અમે તેને ઘણો સપોર્ટ કર્યો છે. વર્ષોથી હંમેશા સમયસર ચૂકવણી કરી છે અને આટલા સમયમાં ક્યારેય કોઈ ફરિયાદ સાંભળી નથી પણ શો છોડ્યા પછી તેનું વર્તન જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા.પેમેન્ટ રોકવાનો કોઈ ઈરાદો નહોતો પણ બાકીના કોર્પોરેટની જેમ શો છોડીને જવાની ઔપચારિકતાઓ પૂરી તો કરવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ