બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / tirupati temple income Tirupati temple has more wealth than any multinational company

OMG / બેંકમાં 16 હજાર કરોડ રૂપિયા 2.5 ટન ગોલ્ડ, કોઈ મલ્ટીનેશનલ કંપની કરતા પણ વધારે સંપત્તિ ધરાવે છે તિરૂપતિ મંદિર

Arohi

Last Updated: 08:13 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મંદિરની કુલ સંપત્તિ 2.5 લાખ કરોડ રૂપિયાથી વધારે છે જે અમેરિકી કરન્સીમાં 30 અબજ ડોલર બરાબર છે. તિરૂપતિની આ સંપત્તિ ભારતની ઘણી કંપનીઓના માર્કેટ કેપિટલ કરતા વધારે છે.

  • જાણો કેટલી છે તિરૂપતિ મંદિરની કુલ સંપત્તિ 
  • 2.5 લાખ કરોડથી વધારે છે તેની કુલ આવક 
  • કોઈ આઈટી કંપનીની માર્કેટકેપીટલ કરતા વધારે 

તિરૂપતિ મંદિરની સંપત્તિ ફક્ત દિગ્ગજ કંપનીઓ કરતા વધારે નથી પરંતુ દુનિયાના ઘણા દેશોની જીડીપીથી પણ વધારે છે. વિશ્વ બેંકના 2021ના GDPના ડેટા અનુસાર, ડોમિનિકા, સેશેલ્સ, એંટીગા એન્ડ બારબુડા, ભૂટાનસ ગ્રીનલેન્ડ, ફિઝી, માલદિવ્સ, મોનાકો, બરમૂડા, ગુયાના, તાઝિકિસ્તાન, મોરીશસ, દક્ષિણી સૂડાન, નામીબિયા, નિકારગુઆ, મંગોલિયા, માલડા, માલી, અફઘાનિસ્તાન, હૈતી, આઈસલેન્ડ, ઝિમ્બાબ્વે, સાઈપ્રસ સહિત ઘણા દેશોની જીડીપીથી વધારે સંપત્તિ તિરૂપતિ મંદિર ટ્ર્સ્ટની છે. 

આઈટી કંપનીના માર્કેટ કેપ કરતા પણ વધારે સંપત્તિ 
તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરનું પ્રખ્યાત મંદિર છે જે તિરુપતિ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરની કુલ સંપત્તિ 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે જે અમેરિકન કરન્સીમાં 30 અબજ ડોલરની બરાબર છે. તિરુપતિની આ સંપત્તિ ભારતની ઘણી મોટી કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન કરતાં પણ વધુ છે. જેમ કે આઈટી સર્વિસ કંપની વિપ્રો, ફૂડ એન્ડ બેવરેજ કંપની નેસ્લે, સરકારી ઓએનજીસી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન.

મંદિરના નામે 960 જગ્યાઓ પર પ્રોપર્ટી 
તિરુપતિ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે. આ મંદિરે હમણાં જ નેટવર્થનો ખુલાસો કર્યો છે. દેવસ્થાનમ ટ્રસ્ટની સ્થાપના 1933માં કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ વખત કુલ સંપત્તિની વિગતો આપવામાં આવી છે. તિરુપતિ મંદિરની મિલકતોમાં 10.25 ટન સોનું છે જે બેંકમાં જમા છે. આ સિવાય 2.5 ટન સોનાના દાગીના અને 16,000 કરોડ રૂપિયા બેંકમાં જમા છે જ્યારે દેશભરમાં મંદિરોના નામે 960 પ્રોપર્ટી છે. આ તમામ સંપત્તિની કુલ કિંમત 2.5 લાખ કરોડ રૂપિયા છે.

મંદિરની આવક કરતા આ કંપનીઓની આવક છે ઓછી 
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ વર્તમાન ટ્રેડિંગ કિંમતો પર ઘણી બ્લુ-ચિપ ભારતીય કંપનીઓ કરતાં વધુ છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગમાં બેંગલુરુ સ્થિત વિપ્રોની માર્કેટ કેપ  2.14 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું માર્કેટ કેપ 1.99 લાખ કરોડ રૂપિયા હતું. સ્વિસ મલ્ટીનેશનલ ફૂડ એન્ડ બેવરેજ કંપની નેસ્લેની ભારતીય શાખા 1.96 લાખ કરોડ રૂપિયાની બજાર મૂડી ધરાવે છે અને તે તિરુપતિ મંદિરની સંપત્તિ કરતાં ઓછી છે.

આ સરકારી કંપનીઓની આવક પણ મંદિર કરતા ઓછી 
સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસે પણ તિરુપતિ મંદિર કરતા ઓછી સંપત્તિ છે. પાવર જાયન્ટ એનટીપીસી લિમિટેડ, ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કોલ ઈન્ડિયા લિમિટેડ, ખાણકામ કંપની વેદાંત, રિયલ એસ્ટેટ ફર્મ ડીએલએફ અને અન્ય ઘણા લોકો તિરુમતી મંદિર પાછળ છે. માત્ર બે ડઝન કંપનીઓ એવી છે જેમની નેટવર્થ તિરુપતિ ટેમ્પલ ટ્રસ્ટની સંપત્તિ કરતાં વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ