બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / tiger road crossing in maharashtra shocking video viral

વાયરલ / Video: મહારાષ્ટ્રમાં અચાનક હાઇવે પર આવી ચડ્યો વાઘ, વાહનચાલકોએ જે કર્યું તે જોઈ ખુશ થયા લોકો

Premal

Last Updated: 03:58 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયો એક ટ્વિટર એકાઉન્ટ પરથી 7 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં જણાવ્યું, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બહ્માપુરી શહેરમાંથી અંદાજે 4 કિલોમીટર દૂર એક વાઘ દેખાયો. આ ઘટના 6 જુલાઈએ સાંજે 6 વાગ્યે ઘટી.

  • વાઘનો એક સુંદર વીડિયો થયો વાયરલ
  • બહ્માપુરી શહેરમાંથી અંદાજે 4 કિલોમીટર દૂર વાઘ દેખાયો
  • સ્થાનિકોએ સમજદારીપૂર્વક કામ હાથમાં લઇ થોડે દૂર ઉભા રહ્યાં

વાઘે હાઈવે પર રસ્તો પાર કર્યો

સોશિયલ મીડિયામાં વાઘનો એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ અદભૂત નજારો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરી શહેરના માત્ર 4 કિલોમીટર દૂર જોવા મળ્યો. ખરેખર અહીં એક વાઘ જ્યારે રસ્તો પાર કરવા માટે હાઈવેના કિનારે આવીને ઉભો થયો તો સ્થાનિકોએ સમજદારીપૂર્વક કામ હાથમાં લીધુ. એક બાઈકસવારની મૂર્ખતાને છોડીને બાકી બધા સ્થાનિકોએ વાઘથી થોડૂ દૂર રહેવાનુ યોગ્ય માન્યુ હતુ. વાઘ રસ્તાની બીજી બાજુ ના પહોંચી ગયો ત્યાં સુધી સ્થાનિકો પોતાના સ્થાને યથાવત રહ્યાં. અમુક યુઝર્સ બોલી રહ્યાં છે કે વાઘ માણસની જેમ રસ્તો પાર કરે છે. 

2 લાખથી વધુ વખત જોવામાં આવી ક્લિપ

આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ @sdjoshi55 પરથી 7 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં જણાવ્યું, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરી  શહેરમાંથી અંદાજે 4 કિલોમીટર દૂર એક વાઘ દેખાયો. આ ઘટના 6 જુલાઈએ સાંજે છ વાગ્યે ઘટી. આ ટ્વિટને અત્યાર સુધી 6 હજારથી વધુ લાઈક્સ અને આશરે એક હજાર રીટ્વિટસ મળ્યાં છે. તો વીડિયોને 2 લાખ 20 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. 

સ્થાનિકોએ સમજદારીપૂર્વક કામ હાથમાં લીધુ

આ 29 સેકન્ડના વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે એક વાઘ જંગલમાંથી નિકળીને હાઈવે કિનારે આવે છે અને રસ્તો ક્રોસ કરતા પહેલા બંને બાજુ જોવે છે. બંને તરફ સ્થાનિકોની ભીડ જમા થાય છે. વાઘ રસ્તો પાર કરીને બીજી બાજુ ના જાય ત્યાં સુધી સ્થાનિકો શાંતિથી ઉભા રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ