બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three youths died due to drowning in two separate incidents in Gujarat

મજા બની ગઇ સજા / નદી-નાળામાં ન્હાવા જનારા યુવકો સાવધાન! ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના મોત, અન્ય 10ને બચાવી લેવાયા

Malay

Last Updated: 11:54 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના સંતરામપુરની નદીમાં ડૂબી જવાથી 2 યુવકના મોત થયા છે. તો ધંધુકાની કેનાલમાં ડૂબી જતા અમદાવાદના દાણીલીમડાના એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. જે બાદ મૃતકોના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

 

  • ગુજરાત બે અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી ત્રણના મોત
  • સંતરામપુરની નદીમાં ડૂબી જવાથી 2 યુવકના મોત
  • ધંધુકાની કેનાલમાં ડૂબી જવાથી 1 યુવકનું મોત
  • મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં બે અલગ અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યાં છે. જે બાદ મૃતક યુવકોના પરિવારમાં માતમ છવાયો છે. 

ધંધુકાની કેનાલમાં ન્હાવા પડ્યા હતા 3 યુવાનો 
આ અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના દાણીલીમડાના ત્રણ યુવકો ધંધુકાની કેનાલમાં ન્હાવા માટે કૂદ્યા હતા. આ દરમિયાન અચાનક જ આ ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. યુવકોની ચીસા-ચીસ સાંભળીને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક કેનાલ ખાતે દોડી આવી હતી.  સેલ્ફીનું વળગણ બે યુવકોને ભારે પડ્યું: સાબરમતીમાં ડૂબી જતા મોત, એકને બચાવવા  જતા બીજો પણ ડૂબ્યો | Incident of two youths drowning in Sabarmati river  while taking a selfie in ...

બે યુવકોને બચાવી લેવાયા જ્યારે એકનું મોત નિપજ્યું
જે બાદ યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ત્રણ યુવકો પૈકી બે યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક યુવકનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ફાયરની ટીમ દ્વારા મૃતક યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. 

બેટ દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જતાં હાથ ધરાયું રેસ્ક્યૂ  ઓપરેશન, એકનો મળ્યો મૃતદેહ | Rescue operation carried out after two youths  drowned while ...

મહીસાગરના સંતરામપુરની નદીમાં 2 યુવકના મોત
આવો જ બનાવ મહીસાગર જિલ્લામાં બન્યો છે. પંચમહાલથી માનગઢ હિલ ખાતે ફરવા ગયેલા 10 યુવકોમાંથી 2 યુવકના સંતરામપુરની નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. મળતી માહિતી અનુસાર, પંચમહાલના મોરવાના 10 યુવકો માનગઠ હિલ ખાતે ફરવા ગયા હતા. આ દરમિયાન સંતરામપુર તાલુકાના મોહણીયા ધરામાં 10 યુવકો ન્હાવા પડ્યા હતા. ન્હાવા પડેલા 10 પૈકી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. ડૂબેલા યુવકોની શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ