બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / This star player of Gujarat will replace Jadeja? There was a stir in Pandya's team

ક્રિકેટ / જાડેજાને રિપ્લેસ કરશે ગુજરાતનો આ સ્ટાર ખેલાડી? પંડ્યાની ટીમમાં મચાવ્યો હતો તરખાટ

Megha

Last Updated: 03:09 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયમાં હાલ યુવા ખેલાડીઓને તક મળી હતી અને શ્રીલંકા સામેની આ સિરીજ દરમિયાન રવિન્દ્ર જાડેજાનો પરફેક્ટ રિપ્લેસમેન્ટ પણ મળી ગયો છે.

  • હાર્દિકની કેપ્ટનશીપમાં ઘણા ખેલાડીઓને ડેબ્યુ કરવાની તક મળી
  • જાડેજા ઈજાના કારણે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર 
  • આ ખેલાડી છે રવિન્દ્ર જાડેજાનો પરફેક્ટ રિપ્લેસમેન્ટ 

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી અને ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 91 રને જીત મેળવી હતી. જણાવી દઈએ કે ભારતે T20 સીરિઝની પહેલી મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 16 રને જીત મેળવી હતી પણ સીરિઝની ત્રીજી મેચ એકતરફી રહી હતી. ભારતે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. 

આ T20 સીરિઝની જીત ટીમ ઈન્ડિયા માટે ઘણી અલગ અને મહત્વની હતી કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા નહતા અને આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને તક મળી અને શાનદાર પ્રદર્શન કરીને એમને જણાવી દીધું છે કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. આ સીરીઝમાં હાર્દિકની કેપ્ટનશીપમાં ઘણા ખેલાડીઓને ડેબ્યુ કરવાની તક મળી. 

જાડેજા ઈજાના કારણે હાલ બહાર 
તેમાંથી એક એવો ખેલાડી સામે આવ્યો છે જેને પોતાના બેટ અને બોલ બંનેથી શ્રીલંકાને હરાવ્યું છે. જો કે આ સીરિઝ પછી તેને રવિન્દ્ર જાડેજાના પરફેક્ટ રિપ્લેસમેન્ટ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે જાડેજા ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને આવી સ્થિતિમાં આ ખેલાડીએ તેની ગેરહાજરીનો અનુભવ નહતો થવા દીધો. ચાલો જાણીએ કોણ છે એ ખેલાડી.. 

કોણ છે એ ઓલરાઉન્ડર
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ અક્ષર પટેલ છે. શ્રીલંકા સામેની આ સીરિઝમાં અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ માટે ઓલરાઉન્ડ રમત રમી હતી. ડાબા હાથના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી મહેસુસ નહતી થવા દીધી. જણાવી દઈએ કે ત્રણ મેચોની આ T20 સિરીઝમાં અક્ષર પટેલે 117 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી છે. આ દરમિયાન બેટ સાથે તેનો સ્ટ્રાઈક રેટ 195 હતો. જેમાં બીજી T20 મેચમાં અક્ષર પટેલે કરેલી વિસ્ફોટક બેટિંગ કરી હતી અને અક્ષરના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. હવે અક્ષરને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો કે જાડેજા ફિટ છે અને ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે.

અક્ષરના આંકડા
જણાવી દઈએ કે અક્ષર પટેલ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે અને ભારતની જીતમાં તેણે ઘણી વખત મહત્વની ભૂમિકા ભજવી છે. અક્ષર પટેલે અત્યાર સુધીમાં કુલ 8 ટેસ્ટ, 16 વનડે અને 40 ટી20 મેચ રમી છે અને આ સાથે જ તે ભારત માટે વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. વર્ષ 2022માં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. અક્ષર પટેલે અત્યાર સુધી 40 T20 મેચમાં કુલ 37 વિકેટ અને 288 રન બનાવ્યા છે. જો કે તેને બેટિંગ કરવાની બહુ તક મળી નથી, પણ તાજેતરની શ્રીલંકા સામેની સીરિઝમાં તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ