બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / this school in Gujarat health 20 children deteriorated at once the parents were outraged MLA also ran

બેદરકારી / ગુજરાતની આ સ્કૂલમાં એકસાથે 20 બાળકોની તબિયત લથડતાં વાલીઓ રોષે ભરાયા, ધારાસભ્ય પણ દોડ્યા

Kishor

Last Updated: 03:36 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ જિલ્લાની શાળામાં મધ્યાહન ભોજનમાં પાપડીનો લોટ જમ્યા બાદ એકી સાથે 20 બાળકોની તબિયત બગડી હતી. જેથી વાલીઓએ શાળાનો ઘેરાવ કરતા સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

  • આણંદની જોડ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ બાળકોની લથડી તબિયત 
  • 20 બાળકોની તબિયત લથડતા તંત્ર થયું દોડતું
  • ધારાસભ્ય યોગેશ પટેલ પણ પહોંચ્યા ઘટનાસ્થળે

આણંદની જોડ પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ અનેક બાળકોની તબિયત લથડતા દેકારો બોલી ગયો હતો. બીજી તરફ આ ગંભીર બેદરકારીને પગલે વાલીઓમાં રોષની જ્વાળા ભભૂકી હતી. વધુમાં આ મામલે સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલને જાણ થતા તેઓ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મધ્યાહન ભોજન જમ્યા બાદ બાળકોની તબિયત ખરાબ થઈ

આણંદ જિલ્લાની જોડ પ્રાથમિક શાળામાં એકી સાથે 20 બાળકોની તબિયત લથડી હતી. જે અંગેના વાવડ વહેતા થતા તંત્ર પણ દોડતું થતું હતું અને સંબંધિત વિભાગના અધિકારીકારીઓ અને ગામના આગેવાનો સ્કુલ ખાતે પહોંચ્યા હતા. જ્યા પૂછપરછ હાથ ધરતા મધ્યાહન ભોજન જમ્યા બાદ બાળકોની તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન બાળકોને મધ્યાહન ભોજનમાં પાપડીનો લોટ અપાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ભોજનને લઇને આરોગ્ય ખાતાએ અને વહીવટી તંત્રએ સેમ્પલ લેવા સહિતની તપાસ હાથ ધરી હતી.

ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોચ્યા

બીજી તરફ વિદ્યાર્થીની તબિયત લથડતા વાલીઓએ શાળાનો ઘેરાવો કરીને આકરા સૂત્રોચ્ચાર થકી રોષ ઠાલવ્યો હતો. જેથી સ્થિતિને કાબુ કરવા સ્થાનિક પોલીસ પણ શાળાએ દોડી ગઇ હતી. જ્યા પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ સાથે ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા.


સળગતા સવાલ !

  • મધ્યાહન ભોજનથી ફૂડ પોઈઝનિંગના બનાવો અવાર-નવાર સામે આવવુ કારણ શું ?
  • મધ્યાહન ભોજનની યોજનામાં ગુણવત્તાયુક્ત આહાર કેમ અપાતો નથી ?
  • મધ્યાહન ભોજનમાં સડેલુ અનાજ કેમ પહોંચાડાયા છે?
  • મધ્યાહન ભોજનમાં ગુણવત્તાયુક્ત અનાજ કેમ અપાતુ નથી ?
  • બાળકોને આપવાપાત્ર સારૂ અનાજ કોણ ખાઈ જાય છે ?
  • સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય સાથે કેમ ચેડા કરાઈ રહ્યા છે ?
  • મધ્યાહન ભોજનમાં ગરીબ બાળકો જમે છે એટલે આ પ્રકારની બેદરકારીઓ થતી રહે છે ?
  • આ પ્રકારના બનાવોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કોઈ જવાબદારી નથી ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ