બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / This 'miracle' was seen for the second time in the history of Test cricket, excitement till the last minute, discussion around the world.

ENG vs NZ / ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત જોવા મળ્યો આવો આ 'ચમત્કાર', છેલ્લી ઘડી સુધી રોમાંચ, દુનિયાભરમાં ચર્ચા

Megha

Last Updated: 10:29 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે એક રનના અંતરથી રોમાંચક વિજય મેળવ્યો છે. આ પહેલા આવું વર્ષ 1993માં થયું હતું જ્યાં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝને છેલ્લા એક રનથી જીત મળી હતી.

  • ન્યુઝીલેન્ડ ફોલોઓન પછી ટેસ્ટ જીતનારી ચોથી ટીમ બની ગઈ
  • બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે એક રનના અંતરથી રોમાંચક વિજય મેળવ્યો
  • 1993માં જોવા મળ્યો હતો આવો મેચ 

વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે એક રનના અંતરથી રોમાંચક વિજય મેળવ્યો છે. જણાવી દઈએ કે ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે ટેસ્ટ મેચનો નિર્ણય આટલા રનના અંતરથી નક્કી કરવામાં આવ્યો હોય. આ સાથે જ ન્યુઝીલેન્ડ ફોલોઓન પછી ટેસ્ટ જીતનારી ચોથી ટીમ બની ગઈ છે. 

1993માં જોવા મળ્યો હતો આવો મેચ 
જણાવી દઈએ કે વર્ષ 1993માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝને છેલ્લા એક રનથી જીત મળી હતી. એ સમયે તે મેચમાં કર્ટની વોલ્શની બોલ પર ક્રેગ મેકડર્મોટ (નંબર 11) વિકેટથી આઉટ થનાર છેલ્લા ખેલાડી હતા. જણાવી દઈએ કે વેલિંગ્ટનમાં 30 વર્ષ પછી આવી જ સમાનતા જોવા મળી હતી. ગઇકાલની મેચમાં નીલ વેગનરની બોલ પર જેમ્સ એન્ડરસનનો કેચ છેલ્લી વિકેટ તરીકે ન્યૂઝીલેન્ડના વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ થયો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા અંતરની જીત 
1. ન્યૂઝીલેન્ડની ઈંગ્લેન્ડ પર 1 રનથી જીત, વેલિંગ્ટન, 2023
2. વેસ્ટ ઈન્ડિઝની ઓસ્ટ્રેલિયાપર 1 રનથી જીત, એડિલેડ, 1993
3. ઈંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા પર 2 રનથી જીત, બર્મિંગહમ, 2005

ફોલોઑન કરાવ્યા પછી જીતવામાં આવેલ ટેસ્ટ મેચના નિર્ણય 
સિડની, 1894: ઈંગ્લેન્ડ 10 રને જીત્યું 
લીડ્સ, 1981: ઈંગ્લેન્ડ 18 રને જીત્યું
કોલકાતા, 2001: ભારત 171 રને જીત્યું
વેલિંગ્ટન, 2023: ન્યૂઝીલેન્ડ 1 રનથી જીત્યું

કઇંક આવો રહ્યો મેચ 
વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં જીત માટે 258 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડે 80 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી પણ મેચના છેલ્લા દિવસે ટી-બ્રેક સુધી ટીમે 5 વિકેટે 168 રન બનાવી લીધા હતા. જો આ મેચની વાત કરીએ તો આ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી હતી અને 435 રન બનાવીને તેની ઇનિંગપૂરી કરી દીધી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ઈંગ્લેન્ડે તેને ફોલોઓન આપ્યું હતું. આ પછી ન્યૂઝીલેન્ડે 483 રનનો મોટો સ્કોર બનાવીને અને ઈંગ્લેન્ડને પડકાર આપ્યો હતો. 

ન્યુઝીલેન્ડ માટે બીજા દાવમાં સૌથી મોટો હીરો નીલ વેગનર રહ્યો હતો જેણે 4 વિકેટ ઝડપી હતી. તેને પહેલી ઇનિંગમાં પણ એક વિકેટ પણ મળી હતી. તેના સિવાય બીજા દાવમાં ટિમ સાઉથીએ 3 અને મેટ હેનરીએ 2 વિકેટ ઝડપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ