બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 'This decision by Israel threatens a humanitarian crisis', Barack Obama warns Netanyahu, know the reason

Israel-Hamas War / 'ઈઝરાયલના આ નિર્ણયથી માનવીય સંકટનો ખતરો', બરાક ઓબામાએ નેતન્યાહૂને કર્યા સાવધાન, જાણો કારણ

Megha

Last Updated: 09:44 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ નેતન્યાહૂને સાવધાન કરતાં કહ્યું કે આવું કામ ઈઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પણ પાડી શકે છે.

  • ઈઝરાયલી સેનાએ ગાઝામાં જમીન અને હવાઈ હુમલામાં વધારો કર્યો 
  • બરાક ઓબામાએ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂને કર્યા સાવધાન
  • આવી હરકતો ઈઝરાયલ પ્રત્યેના આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પાડી શકે 

હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ઈઝરાયલી સેનાએ ગાઝામાં જમીન અને હવાઈ હુમલામાં વધારો કર્યો છે. એવામાં આ દરમિયાન ભૂતપૂર્વ યુએસ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ઈઝરાયલને સાવધાન કરતાં કહ્યું કે 'માણસાઈના પાસાઓની અવગણના કરનારી ઇઝરાયલની લશ્કરી આ વ્યૂહરચના બેકફાયર થઈ શકે છે. '

આવી હરકતો ઈઝરાયલ પ્રત્યેના આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પાડી શકે 
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈઝરાયલને ચેતવણી આપી છે. ઓબામાએ કહ્યું કે ગાઝા પર ઇઝરાયલની કેટલીક કાર્યવાહી જેમ કે ખોરાક અને પાણી પર કાપ મૂકવો, આ બધુ પેઢીઓ માટે ઈઝરાયલ સામે પેલેસ્ટિનિયનોના વલણને સખત બનાવી શકે છે. આ સાથે જ આવું કામ ઈઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પણ પાડી શકે છે.

ગાઝામાં બાળકો સહિત હજારો પેલેસ્ટાઈનના મોત થયા 
ઓબામાએ કહ્યું, "કોઈપણ ઇઝરાયલી લશ્કરી વ્યૂહરચના જે યુદ્ધમાં માનવતાવાદની અવગણના કરે છે તે પ્રતિકૂળ હોઈ શકે છે. ગાઝાના બોમ્બ ધડાકામાં બાળકો સહિત હજારો પેલેસ્ટાઈન પહેલાથી જ માર્યા ગયા છે. હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગાઝામાં લોકો માટે ખોરાક, પાણી અને વીજળી કાપી નાખવાના ઇઝરાયલ સરકારના નિર્ણયથી માત્ર વધતી જતી માનવતાવાદી કટોકટીનું જોખમ નથી, પરંતુ તે પેઢીઓ માટે પેલેસ્ટિનિયન વલણને વધુ સખત બનાવી શકે છે, આ સાથે જ ઇઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનને ખતમ કરી શકે છે. ઇઝરાયલના દુશ્મનો તેનો ઉપયોગ કરી શકે છે અને તેના પ્રયાસોને નબળું બનાવી શકે છે, એટલે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયત્નો કરો. "

ઓબામાએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી
7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો અને આ હુમલાઓમાં 1400 લોકોના મોત થયા હતા. હમાસના હુમલાના જવાબમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનું બોમ્બમારો ચાલુ છે. ઈઝરાયેલ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 5000 પેલેસ્ટાઈનના મોત થયા છે. ઓબામાએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. સાથે જ એમને ઈઝરાયલને પોતાના બચાવના અધિકારને સમર્થન આપ્યું હતું. જો કે, હવાઈ હુમલામાં વધતા જતા મૃત્યુને જોઈને તેમણે ઈઝરાયલને સંયમ રાખવાની અપીલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ