બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Third World War would be nuclear and disastrous, Russian Foreign Minister Lavrov

જંગ / ત્રીજુ વિશ્વ યુદ્ધ થયું તો ન્યુક્લિયર એટેક કરીશું, રશિયાની ભયાનક ધમકીથી દુનિયામાં હાહાકાર

Hiralal

Last Updated: 04:19 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન સાથેના મહા યુદ્ધ કરી રહેલા રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને એવું નિવેદન આપ્યું કે દુનિયા ચોંકી ઉઠી છે.

  • રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લાવરોવનું નિવેદન
  • ત્રીજુ વિશ્વ યુદ્ધ થયું ન્યુક્લિયર એટેક કરીશું 
  • યુક્રેનને કદી પણ પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ

રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લાવરોવે જણાવ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ઘણું વિનાશકારી હશે.જો થર્ડ વોર થશું તો અમે ન્યુક્લિયર એટેક કરીશું. તેમણે કહ્યું કે યુક્રેનને પરમાણુ હથિયાર હાંસલ કરવાની કદી પણ મંજૂરી નહીં આપીએ.  તેમણે કહ્યું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થયું તો તે પરમાણુ યુદ્ધ થશે અને ઘણું વિશાનકારી હશે.

લડાઈ નિર્ણાયક મોડ પર, પણ ખતરો ટળ્યો નથી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગે હવે ફરી એક વાર પરમાણુ હુમલાનો ખતરો વધારી દીધો છે. જો કે, લડાઈ હવે લગભગ નિર્ણાયક મોડ પર આવીને ઊભી છે. પણ ખતરો હજૂ ટળ્યો નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલાથી ચેતવ્યા છે કે, જો કે, જો કોઈ બહારનો વચ્ચે પડ્યો તો પરિણામ અત્યંત ખરાબ આવશે, જેવું પહેલા ક્યારેય જોયું નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ચેતવણીને પરમાણુ હુમલા તરીકે જોઈ રહ્યા છે.

રશિયાની ચેતવણીથી દુનિયામાં હાહાકાર

થર્ડ વર્લ્ડ વોર અને પરમાણુ હથિયારોને લઈને રશિયાની ગંભીર ચેતવણીથી પુરી દુનિયા માટે ખતરો સર્જાયો છે. રશિયાએ પહેલી વાર સ્વીકાર્યું છે જો ત્રીજુ વિશ્વ યુદ્ધ થયું તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા નહીં અચકાય.   

પ્રેસિડન્ટ પુતિને  ન્યૂક્લિયર ફોર્સને તૈયાર રહેવાનો આદેશ આપ્યો

પ્રેસિડન્ટ પુતિને તેમના દેશની ન્યૂક્લિયર ફોર્સને તૈયાર રહેવાનો પણ આદેશ આપ્યો છે અને તેણે મિત્ર દેશ બેલારુસની સાથે યુદ્ધાભાસ પણ શરુ કર્યો હોવાની ખબર આવી હતી. રશિયાની ન્યુક્લિયર એટેકની ધમકી ખરેખર ગંભીર છે જો આવું થશે તો તબાહી મચી જશે. 

રશિયન એરટ્રૂપર્સે હોસ્પિટલ પર કર્યો હુમલો

રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર હવે હુમલા વધારી દીધા છે. રશિયાએ પોતાના એરટ્રૂપર્સ લેન્ડ કરી દીધા છે. સમાચાર એવાં સામે આવી રહ્યાં છે કે, આ હવાઈ જવાનોએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, રશિયન અને યુક્રેનનાં સૈનિકો વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ