બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / These five zodiac signs be alert! Due to major change of Saturn will have inauspicious effect

શનિ ગોચર / આ પાંચ રાશિના જાતકો થઈ જાય સતર્ક! શનિના મોટા બદલાવના કારણે પડશે અશુભ અસર

Megha

Last Updated: 04:45 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને કુંભ રાશિમાં શનિના આગમનથી આ રાશિઓ પર વિપરીત અસર થશે.

  • શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સાડાસાતીની સ્થિતિ બદલાશે
  • કુંભ રાશિમાં શનિના આગમનથી આ રાશિઓ પર વિપરીત અસર થશે

17 જાન્યુઆરી 2023ના દિવસે મંગળવારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિશાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં વ્યાપક અસર કરશે અને આની અસર અર્થતંત્ર અને રાજનીતિ પર પણ પડશે. ભારતમાં ઘણા મોટા એવા કિસ્સાઓ સામે આવશે જેને જાણીને લોકો ચોંકી ઉઠશે. આ સાથે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સાડાસાતીની સ્થિતિ પણ બદલાશે. ચાલો જાણીએ કુંભ રાશિમાં શનિના આગમનથી કઈ રાશિઓ પર વિપરીત અસર થશે.

મેષ રાશિના લોકો પર શનિની અસર 
વર્ષ 2023માં મેષ રાશિના લોકો પર શનિની અશુભ દ્રષ્ટિ પડવા જઈ રહી છે. શનિની આ દશાથી માનસિક અને શારીરિક પરેશાનીઓ વધી શકે છે જેના કારણે આ રાશિના લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવકની સરખામણીમાં વધુ ખર્ચ થશે એ કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા પિતા સાથે તમારા સંબંધોનું ધ્યાન રાખો અને કોઈપણ પ્રકારના વાદવિવાદથી બચો. શનિના કારણે આકસ્મિક ખર્ચાઓ થવાની સંભાવના પણ રહેશે પણ 22 એપ્રિલથી ગુરુ આ રાશિમાં સ્થિત હોવાને કારણે સંતાન સંબંધી શુભ સમાચાર અને સન્માનમાં વધારો થશે.

મિથુન રાશિ પર શનિની અશુભ અસર
તમારી રાશિથી નવમા સ્થાનમાં શનિ હોવાને કારણે તમારે કાર્ય-વ્યવસાય અને પ્રગતિમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કામકાજ અને ભાગદોડના કારણે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે, જેના કારણે તમારું મન ખૂબ ઉદાસ રહેશે. કોઈપણ સાથે વાત કરતી વખતે શબ્દોની કાળજી રાખો અને પિતા કે શિક્ષકો સાથે વિચારીને જ વાત કરો. 

સિંહ રાશિ પર શનિની અશુભ અસર
શનિ તમારી રાશિથી સાતમા ભાવમાં રહેશે એટલે આ સમય દરમિયાન ઘરેલું અને વ્યવસાયિક ગૂંચવણો વધી શકે છે, જેના કારણે કામકાજમાં સમસ્યાઓ આવી શકે છે. અનેક અવરોધોને કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. શનિના પક્ષને કારણે તમારે ભાઈ-બહેનો તરફથી વિરોધનો સામનો કરવો પડી શકે છે. તમારી રાશિ પર શનિની હાજરીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ પર શનિની અશુભ અસર
શનિ તમારી રાશિથી ચોથા સ્થાનમાં બેઠો છે એટલે કુંભ રાશિમાં શનિના આગમનને કારણે વૃશ્ચિક રાશિ પર અશુભ અસર થવાની છે. આ કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વડીલો સાથે વાત કરતી વખતે તમારા શબ્દો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર પરિવારમાં મુશ્કેલી આવી શકે છે. આ સાથે જ તમારી રાશિ પર શનિની સ્થિતિને કારણે તમારે ઘરેલું અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, જો તમે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. 

મીન રાશિ પર શનિની અશુભ અસર થશે
શનિ આ રાશિથી 12મા ભાવમાં ગોચર કરવાનો છે એટલે કે કુંભ રાશિમાં શનિનું આગમન મીન રાશિ પર અશુભ પ્રભાવ પાડશે. આ કારણે તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થવા જઈ રહ્યો છે, જેના કારણે આર્થિક સંતુલન બગડી શકે છે. સાથે જ ઘરેલું કાર્યો કરતી વખતે સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. સંક્રમણના સમયગાળા દરમિયાન કારકિર્દીમાં સાવચેત રહો અને આ સમય દરમિયાન વ્યાવસાયિક જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તણાવ થઈ શકે છે. મીન રાશિવાળા સોશિયલ મીડિયા પર છેતરપિંડીથી સાવધ રહો, નહીંતર નુકસાન થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ