બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / These five players may retire after the end of IPL 2024, 4 out of 5 players are Indian
Vishal Dave
Last Updated: 09:24 PM, 23 March 2024
IPLની 17મી સિઝન શુક્રવારથી શરૂ થઈ છે. ઘણા ખેલાડીઓ વર્તમાન સિઝનમાં ડેબ્યૂ કરતા જોવા મળશે, જ્યારે ઘણા માટે આ સિઝન છેલ્લી હોઈ શકે છે. આ ટી20 લીગ શરૂ થવાના એક દિવસ પહેલા એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. ધોની જુલાઈમાં 43 વર્ષનો થઈ જશે. એક ખેલાડી તરીકે તે આ સિઝનમાં CSKની ટીમમાં રમી રહ્યો છે. પરંતુ આ દિગ્ગજ ખેલાડીની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. ધોનીની સાથે એવા ત્રણ ભારતીય ખેલાડીઓ છે જે IPL 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
IPLના સૌથી સફળ કેપ્ટન, મહેન્દ્ર સિંહ ધોનીએ તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 5 વખત IPL ટ્રોફી જીતી છે. ધોનીએ પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે આઈપીએલમાંથી પણ ધોનીની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, CSK અને ધોની વચ્ચે ભવિષ્ય વિશે ચર્ચા થઈ છે. ઈજા અને વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને ધોની આવતા વર્ષે આઈપીએલમાં નહીં જોવા મળે.
શિખર ધવન
અનુભવી ડાબોડી ઓપનર શિખર ધવનનું અંગત અને વ્યાવસાયિક જીવન છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવનું સાક્ષી રહ્યું છે. 38 વર્ષીય ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત પ્રદર્શન કરી શકતો નથી જેના કારણે તે ટીમની અંદર અને બહાર છે. જોકે આઈપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 217 મેચમાં 35થી વધુની એવરેજથી 6617 રન બનાવ્યા છે. તાજેતરમાં પંજાબ કિંગ્સે વિકેટકીપર જીતેશ શર્માને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. યુવા ખેલાડીઓની હાજરીને ધ્યાનમાં રાખીને તે ટૂંક સમયમાં અલવિદા કહી દે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અમિત મિશ્રા
અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રા IPL 2024માં સૌથી વધુ વય ધરાવનાર સ્પિન બોલર છે. તેણે ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મિશ્રાએ 161 મેચમાં 173 વિકેટ લીધી છે. IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે ચોથા સ્થાને છે. આ જમણા હાથના સ્પિનરની કારકિર્દી પણ ઈજાઓથી ભરેલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અમિત મિશ્રાની છેલ્લી IPL હોઈ શકે છે.
દિનેશ કાર્તિક
વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે IPLમાં 243 મેચ રમી છે. તેના નામે 4554 રન નોંધાયેલા છે. 38 વર્ષીય દિનેશ કાર્તિકે ટીમ અનુસાર પોતાની રમતમાં ફેરફાર કર્યો છે. હાલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ફિનિશર તરીકે રમી રહ્યો છે. તેણે છેલ્લી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. . જો કે ટીમમાં રજત પાટીદાર અને કેમરન ગ્રીનના આગમનથી આરસીબીમાં મેચ ફિનિશ કરનારા ખેલાડીઓની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં કાર્તિક માટે આ છેલ્લી IPL બની શકે છે.
ફાફ ડુ પ્લેસિસ
39 વર્ષીય ફાફ ડુ પ્લેસિસ માટે પણ આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. ફાફ હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે. કેમેરોન ગ્રીન આગામી સિઝનમાં RCBનો નવો કેપ્ટન બની શકે છે. આવી સ્થિતિમાં ફાફ આગામી IPLમાં જોવા ન મળે તેવી શક્યતા છે. ડુ પ્લેસિસે IPLની 131 મેચમાં 4168 રન બનાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT