બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 sachin tendulkar ms dhoni captaincy

સ્પોર્ટ્સ / આખરે કઇ રીતે ચમક્યું MS ધોનીનું નસીબ? સફળતા પાછળ રહેલો છે ક્રિકેટના ભગવાનનો હાથ, જાણો કહાની

Arohi

Last Updated: 03:05 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sachin Tendulkar MS Dhoni Captaincy: વર્ષ 2007માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને ટી-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યા હતા તો ઘણા સવાલ ઉઠ્યા હતા. આખરે યુવરાજ અને સહેવાગના હોવા છતાં કેપ્ટન્સી ધોનીને કેમ સોંપવામાં આવી? હવે સચિને તેનો ખુલાસો કર્યો છે.

વર્ષ 2007માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને ટી-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યા હતા તો ઘણા સવાલ ઉઠ્યા હતા. આખરે યુવરાજ અને સહેવાગના હોવા છતાં કેપ્ટન્સી ધોનીને કેમ સોંપવામાં આવી? હવે સચિને તેનો ખુલાસો કર્યો છે. 

CSK Vs RCB મેચમાં જીયો સિનેમા પર ચર્ચા વખતે સચિને જણાવ્યું કે તેમણે જ બીસીસીઆઈને કહ્યું હતું કે ધોનીને વ્હાઈટ બોલ ક્રિકેટની કેપ્ટન્સી સોંપવામાં આવે. બાદમાં કેપ્ટન્સી કરતા ધોનીએ ભારતને 2007 ટી-20 વર્લ્ડ કપમાં જીત અપાવી હતી. 

મેં કહ્યું હતું તેમને સિલેક્ટ કરો 
સચિને જણાવ્યું કે ત્યારના બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે તેમને ટીમની કેપ્ટન્સી કરવા માટે કહ્યું હતું. તેના બાદ સચિને શરદ પવારને પોતાની ફિટનેસ વિશે વાત કરી હતી. સચિને જણાવ્યું કે ફિટનેસની સમસ્યાથી ઝઝુમી રહ્યા હતા. એવામાં કેપ્ટન્સી કરતા ટીમ પર સારો પ્રભાવ ન પડત. માટે મેં કેપ્ટન્સીનો ઈનકાર કરી નાખ્યો. 

સચિને આગળ જણાવ્યું કે તે સમયે મેં શરદ પવારને કહ્યું હતું કે ધોની કેપ્ટન્સી માટે સારો ઓપ્શન છે. સચિને તેના પાછળનું કારણ પણ જણાવ્યું. આ વાતચીત વખતે સચિન તેંડુલકરની સાથે વીરેન્દ્ર સહેવાગ અને આકાશ ચોપડા પણ હાજર હતા. 

કર્યા ધોનીના વખાણ 
સચિને જણાવ્યું કે જ્યારે હું સ્લિપમાં ફિલ્ડિંગ કરતો હતો તો વિકેટકીપિંગ કરી રહેલા ધોની સાથે વાતચીત થતી રહેતી હતી. મેચની સ્થિતિને લઈને હું તેને પુછતો કે આ સ્થિતિમાં તમે શું કરત? ધોની જવાબ સંપૂર્ણ રીતે બેલેન્સ કરતા હતા. સચિને જણાવ્યું કે ગેમને લઈને ધોનીની અવેયરનેસ કમાલની છે. 

વધુ વાંચો: 'શ્વાસ તો લેવા દે...', ક્રિકેટ રમતા-રમતા મેદાન વચ્ચે વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજાની મજા લીધી

સચિને ધોનીની સ્થિરતા, શાંતચિત્ત રહેવાની આદત અને પ્રેશરમાં સારા નિર્ણય કરવાની આવડતના પણ ખૂબ વખાણ કર્યા. જણાવી દઈએ કે ધોની નવી IPL 2024ની શરૂઆતના પહેલા કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી ચુક્યા છે. તેમની જગ્યા પર ઋતુરાજ ગાયકવાડ ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ