બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / There will be no international flights across the country till September 30

નિર્ણય / કોરોનાની ત્રીજી લહેરનો ભય ? DGCAનો મોટો નિર્ણય, આ તારીખ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો નહીં ઉડે

Kavan

Last Updated: 05:45 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પેસેન્જર ફ્લાઇટને ૩૦ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

  • DGCAએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ  વધુ એક મહિના માટે રદ્દ કરી
  • 40 મિનિટથી નીચેના રૂટ માટે લોઅર કેપ રૂ. 2900
  • ફ્લાઇટ્સને સાત જુદી જુદી કેટેગરીમાં વહેચણી કરાઈ 

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પેસેન્જર ફ્લાઇટને ૩૦ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. 

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા તીવ્ર બની રહી છે. દેશમાં કોરોના નવા કેસો એકદમ ઝડપથી વધી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં દૈનિક 45,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કેન્દ્વ સરકારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ફ્લાઇટ્સ પર અગામી ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ માહિતી ડીજીસીએ દ્વારા શેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડીજીસીએએ ભારત અને ભારત માટે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સર્વિસ 31 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી. હવે તેને એક મહિના માટે એટલે કે, ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સને લાગુ પડશે નહીં. તદુપરાંત, જો કોઈ ફ્લાઇટને ડીજીસીએ તરફથી વિશેષ મંજૂરી મળી હોય, તો ત્યાં પણ નિયમ લાગુ નહીં પડે.


પ્રતિબંધ વચ્ચે એર બબલ સાથે હવાઈ જોડાણ ચાલુ છે.
મહત્વનું છે કે, ગત માર્ચ 2020માં સરકારે સૌ પ્રથમ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન લાદ્યું હતું. આ સાથે જ ટ્રેનો, વિમાનો સહિતની તમામ સેવાઓ લગભગ બે મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા ગત મે થી ફ્લાઇટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જેમાં ફક્ત ઘરેલું હવાઈ સેવાને મંજૂરી આપી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર હજી પણ પ્રતિબંધ છે. દરમિયાન બંને દેશો વચ્ચે એર બબલ સાથે હવાઈ જોડાણ ચાલુ છે.

ઘરેલું ફ્લાઇટ્સને સાત જુદી જુદી કેટેગરીમાં વહેચણી કરાઈ છે.
મુસાફરી માટે લેવામાં આવેલા સમયના આધારે ઉડ્ડયન વિભાગ દ્વારા ઘરેલું ફ્લાઇટ સેવાને સાત જુદા જુદા બેન્ડમાં વહેંચવામાં આવી છે. દરેક બેન્ડ માટે પ્રાઇસ કેપ (ન્યૂનતમ અને મહત્તમ ભાડું) નક્કી કરવામાં આવી છે. આ મહિને સરકારે દરેક બેન્ડ માટે લઘુતમ અને મહત્તમ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

40 મિનિટથી નીચેના રૂટ માટે લોઅર કેપ રૂ. 2900
લોઅર એર ફેરને 40 મિનિટથી ઓછા રૂટ માટે 2600 થી વધારીને 2900 કરવામાં આવ્યું છે. ઉપરની કેપ 12.82 ટકા વધારીને 8800 કરવામાં આવી છે. 40-60 મિનિટના એર રૂટ માટે લોઅર કેપ 3300થી વધારીને 3700 અને એપાલ કેપ 12.24 ટકા વધારીને 11,000 રૂપિયા કરવામાં આવી છે. 60-90 મિનિટની ફ્લાઇટ માટે ન્યૂનતમ કેપ વધારીને 4500 રૂપિયા અને અપર કેપ વધારીને 13200 રૂપિયા કરવામાં આવી છે.

શું છે નવી લોઅર કેપ તે જાણો
90 થી 120, 120-150, 150-180 અને 180-210 મિનિટની ફ્લાઇટ્સ માટે નીચી મર્યાદા વધારીને રૂ.5300, 6700, 8300 અને રૂ.9800 કરવામાં આવી છે. હાલ આ કેપ 4700 રૂપિયા, 6100 રૂપિયા, 7400 અને 8700 રૂપિયા હતી. ઉપરની કેપમાં 12.3 ટકા, 12.42 ટકા, 12.74 ટકા અને 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની ફ્લાઇટ્સ માટે 12.39 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમાં પેસેન્જર સિક્યોરિટી ફી અને યુઝર ડેવલપમેન્ટ ફીનો સમાવેશ થતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ