બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'There is no more unity in the film industry', Sunil Shetty's shocking statement became the cause of discussion in Bollywood.

મનોરંજન / 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે એકતા નથી રહી', સુનિલ શેટ્ટીનું ચોંકાવનારું નિવેદન બન્યું બોલિવુડમાં ચર્ચાનું કારણ

Megha

Last Updated: 12:19 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનીલ શેટ્ટીએ એક વાતચિત દરમિયાન કહ્યું હતું કે, 'હવે વસ્તુઓ પહેલા જેવી નથી રહી. બોલિવૂડમાં એકતાનો અભાવ છે. એવું લાગે છે કે બોલિવૂડનો અવાજ ખોવાઈ ગયો છે. '

  • હાલના સમયમાં બોલિવૂડમાં એકતાનો અભાવ છે - સુનીલ શેટ્ટી
  • એવું લાગે છે કે બોલિવૂડનો અવાજ ખોવાઈ ગયો છે
  • સુનીલ શેટ્ટીને અન્નાનું બિરુદ સંજય દત્તે આપ્યું હતું

સુનીલ શેટ્ટી કોઈને કોઈ કારણોસર ચર્ચાનો વિષય રહે છે એવામાં હાલ તેઓ અને સંજય દત્ત ટૂંક સમયમાં 'સ્ટાર વર્સિસ ફૂડ સર્વાઇવલ'ના પહેલા એપિસોડમાં જોવા મળશે. જેને  શેફ રણવીર બ્રાર હોસ્ટ કરશે અને પહેલો એપિસોડ 9 ઓક્ટોબરે રિલીઝ થશે.સુનીલ શેટ્ટીએ તાજેતરમાં જ આ શો અંગે પોતાનો અનુભવ શેર કર્યો હતો અને તેની સાથે સુનીલ શેટ્ટી એ બોલિવૂડ અને એક્ટર્સ બોન્ડ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.

હાલના સમયમાં બોલિવૂડમાં એકતાનો અભાવ છે
સુનીલ શેટ્ટીએ એક વાતચિત દરમિયાન કહ્યું હતું કે, 'હવે વસ્તુઓ પહેલા જેવી નથી રહી. બોલિવૂડમાં એકતાનો અભાવ છે. એવું લાગે છે કે બોલિવૂડનો અવાજ ખોવાઈ ગયો છે. જે પ્રકારનું બોન્ડિંગ લોકો પહેલા સેટ પર શેર કરતા હતા તે હવે સેટ પર જોવા મળતું નથી. '

સુનીલ શેટ્ટીને અન્નાનું બિરુદ સંજય દત્તે આપ્યું હતું
સુનીલ શેટ્ટી 'સ્ટાર વર્સીસ ફૂડ સર્વાઇવલ' શોમાં સંજય દત્ત સાથે જોવા મળશે. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ શોમાં સંજય સાથેની તેની મિત્રતા અને ફિટનેસ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.  સંજય દત્ત સાથેની મિત્રતા વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું, 'ખૂબ ઓછા લોકો જાણે છે કે અન્નાનું બિરુદ મને સંજય દત્તે આપ્યું હતું. જ્યારે અમે 'કાંટે'નું શૂટિંગ કરતા હતા ત્યારે મારો સ્ટાફ મને અન્ના મારા મોટા ભાઈ તરીકે બોલાવતો હતો. આ પછી સંજય દત્તે પણ આવું કહેવાનું શરૂ કર્યું. મને યાદ છે કે 9/11 ની ઘટના ઘટી ત્યારે અમે લોસ એન્જલસમાં ઉતર્યા હતા. અમારે યુનિટ પાસે જ રહેવાનું હતું. બહાર જવાની જરૂર નહોતી. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. અમને અલગ રીતે જોવામાં આવતા હતા અને તે ખૂબ જ વિચિત્ર હતું. પરંતુ ત્યારે અમે સાથે રહ્યા અને એકબીજાની તાકાત બની ગયા.'

બોલીવુડમાં હવે પેહલા જેવું બોન્ડ જોવા નથી મળતું 
સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું, 'મને યાદ છે કે કેવી રીતે અમે સાથે મળીને ફૂડ શેર કર્યું અને ઘણી યાદો બનાવી. આ પ્રકારનું બંધન ખૂબ જ ખાસ છે. અમે એકબીજાના જીવનનો હિસ્સો બની ગયા છીએ અને તે મિત્રતા હજુ પણ ચાલુ છે. ' અભિનેતાએ આગળ કહ્યું, 'પહેલા સ્ટાર્સ શૂટિંગ દરમિયાન બ્રેક દરમિયાન એકબીજા સાથે સમય વિતાવતા હતા. વાતો કરતા હતા. પરંતુ, આજના સમયમાં લોકો શૂટિંગ પછી તરત જ પોતાની વેનિટી વેનમાં જાય છે. આ જ કારણ છે કે હવે પેહલા જેવું બોન્ડ જોવા નથી મળી રહ્યું.' 

સુનીલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે, 'આજે ઈન્ડસ્ટ્રીનો અવાજ ખોવાઈ ગયો છે. હવે પહેલા જેવી એકતા નથી. બધું નબળું પડી ગયું છે. હવે કોઈ કોઈનો બચાવ કરતું નથી. પરંતુ હવે લાગે છે કે જૂના દિવસો પાછા આવી રહ્યા છે. અમે બધાએ સાથે મળીને હેશટેગ્સ અને બૉયકોટ ટ્રેન્ડ પસાર કર્યો ત્યારથી મને લાગે છે કે જૂનો સમયની જેમ હવે દરેક વ્યક્તિએ અન્ય લોકો સાથે ઊભા રહેવું જોઈએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ