બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / There is a boom in the construction sector in urban areas of the state but this boom is artificial or real

મહામંથન / નેતા-અધિકારીઓના પૈસાથી જ દેખાય છે બાંધકામમાં તેજી? વાસ્તવમાં તેજીનું પ્રતિક શું, કરોડોના રોકાણ પાછળ કોના રૂપિયા?

Vishal Khamar

Last Updated: 09:38 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં શહેરી વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રમાં તેજી છે. જ્યાં જુઓ ત્યાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારત બની રહી છે. હાલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભરપૂર નાણાં ઠલવાઈ રહ્યા છે. રિયલ એસ્ટેટની તેજી કેટલી વાસ્તવિક તે મહત્વનો સવાલ છે.

અત્યારે આપ કોઈ પણ મહાનગર તમારી નજર સામે કલ્પી લો તો તમને એક ચિત્ર દેખાશે જેમાં ઠેકઠેકાણે ઊંચી ઈમારતો ખડકાયેલી હશે. કોઈ 8 થી 10 માળની હશે, તો કોઈ 15 થી 20 માળની હશે. આ ઈમારતોમાં રહેણાંક હશે, કોમર્શિયલ હશે અને કેટલાક બાંધકામ મિશ્ર હશે. સ્વભાવિક પ્રશ્ન થાય કે આ તેજીનું ઘોડાપૂર જે દેખાઈ રહ્યું છે એટલું વાસ્તવિક છે ખરુ.

  • રાજ્યના શહેરી વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રમાં તેજી
  • જ્યાં જુઓ ત્યાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારત બની રહી છે
  • જમીન, ઘર, ઓફિસના સતત વધતા ભાવ
  • નવા જંત્રી દર પછી ભાવમાં વધારો

આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે કેટલાય રહેણાંક બાંધકામ બંધ પડ્યા છે, કેટલીય ઓફિસ ખાલી જોવા મળે છે તો પછી લાખો કરોડોની રકમ ખર્ચનારા એ રોકાણકારો કોણ છે?. આટલા રોકાણકારોમાં જેન્યુઈન ખરીદદારો કેટલા છે? આટલા રૂપિયા આવે છે તો ખરેખર આવે છે ક્યાંથી?. અત્યારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ તો એવું ચોક્કસ જણાય કે ઘણા બાંધકામ આડેધડ કરવામાં આવ્યા છે છતા પણ ત્યાં ટપોટપ મકાન કે ઓફિસ વેચાઈ પણ જાય છે.  પાયાનો સવાલ એ છે કે આવી જમીનોમાં ક્યાંક નેતા અને અધિકારીના રૂપિયા તો નથીને?. બાંધકામ ક્ષેત્રની આ તેજીનો ફૂગ્ગો જો ફૂટી ગયો તો શું થશે.. આ તેજી કૃત્રિમ કેટલી અને વાસ્તવિક કેટલી.

મહાનગરમાં રિયલ એસ્ટેટની સ્થિતિ

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં વધુ રોકાણ 4 મહાનગરમાં જ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટમાં રિઅલ એસ્ટેટમાં વધુ રોકાણ છે. તેમજ અન્ય મહાનગરોમાં રોકાણની સ્થિતિ એકંદરે સામાન્ય છે.  

  • ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં વધુ રોકાણ 4 મહાનગરમાં જ થાય છે
  • છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રિયલ એસ્ટેટમાં વધુ રોકાણ
  • અન્ય મહાનગરોમાં રોકાણની સ્થિતિ એકંદરે સામાન્ય

2022 સુધીની સ્થિતિ 

શહેર અમદાવાદ
રિયલ એસ્ટેટમાં હિસ્સો 31%
   
શહેર વડોદરા
રિયલ એસ્ટેટમાં હિસ્સો 19%
   
શહેર રાજકોટ
રિયલ એસ્ટેટમાં હિસ્સો 14%
   
શહેર સુરત
રિયલ એસ્ટેટમાં હિસ્સો 13%
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ