બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / There are three teams in the IPL that have not been crowned champions even once in 16 years

IPL2024 / IPLમાં 3 ટીમોની કિસ્મત છે ફૂટેલી! 16 વર્ષમાં એક પણ વખત હાથ નથી આવી ચેમ્પિયન ટ્રોફી

Vishal Dave

Last Updated: 08:06 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 16 વર્ષમાં કેટલીક ટીમો એવી છે જે એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. ચાલો જાણીએ તે ટીમો વિશે જે છેલ્લી 16 સીઝનમાં કમનસીબ રહી છે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચ 2024થી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. CSKની ટીમ આ સિઝનમાં પોતાનું ટાઈટલ સાચવવા મેદાનમાં ઉતરશે.. IPL 2023 માં, CSK એ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં 5મી વખત ટાઇટલ જીત્યું હતું.. આ લીગમાં CSK મુંબઈ પછી બીજી એવી ટીમ છે જેણે પાંચ વખત IPL ટાઈટલ જીત્યું છે. જો કે છેલ્લા 16 વર્ષમાં કેટલીક ટીમો એવી છે જે એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે ટીમો વિશે જે છેલ્લી 16 સીઝનમાં કમનસીબ રહી છે.

આરસીબી, દિલ્હી અને પંજાબ 16 વર્ષમાં નથી બન્યા એકપણ વખત ચેમ્પિયન 

IPL 2022 પહેલા, લીગમાં કુલ 8 ટીમો સામસામે આવી હતી. જો કે, બીસીસીઆઈએ તેમાં ફેરફાર કર્યો અને બે નવી ટીમોનો સમાવેશ કરીને તેમની સંખ્યા 10 પર લઈ લીધી. લીગમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. ક્યારેક ફોર્મેટ વિશે, ક્યારેક ટીમો વિશે અને ક્યારેક નામો વિશે, પરંતુ એક વસ્તુ જે આ 16 વર્ષોમાં બદલાઈ નથી તે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ખિતાબ જીતવામાં નિષ્ફળતા.

આ પણ વાંચોઃ  ધોની સામે અઢળક મુશ્કેલીઓ: ઈરફાન પઠાણે કાઢી CSKની ટીમમાં આ ખામીઓ

ત્રણેય ટીમો IPLની પ્રથમ સિઝનથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે

આ લીગમાં આ ત્રણ ટીમો કમનસીબ રહી છે. ત્રણેય ટીમોને ફાઈનલ રમવાની તક મળી છે, પરંતુ તેઓ એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. આ ત્રણેય ટીમો વિશે એટલા માટે વાત કરવામાં આવી રહી છે કારણ કે તેઓ IPLની પ્રથમ સિઝનથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ સમય દરમિયાન દિલ્હી ડેરડેવિલ્સ ટીમે તેનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ રાખ્યું. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબનું નામ હવે પંજાબ કિંગ્સ થઈ ગયું છે. નામમાં ફેરફાર છતાં આ ટીમ ચેમ્પિયન બનવામાં સફળ રહી નથી. આ 16 વર્ષોમાં ઘણી ટીમો આવી અને ખતમ થઈ ગઈ, પરંતુ RCB, દિલ્હી અને પંજાબની ટીમો હજુ પણ રમી રહી છે.

VTV ગુજરાતી સમાચારની તમામ અપડેટ પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને અનુસરો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ