બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The worm of suspicion crept into the mind, the husband changed the lock of the door to stop the wife from coming in the house, then it happened

અમદાવાદ / મનમાં સળવળ્યો શંકાનો કીડો, પત્નીને ઘરમાં આવતી રોકવા પતિએ દરવાજે તાળું બદલાવી નાખ્યું,પછી થયું આવું

Mehul

Last Updated: 10:21 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં લોકડાઉનમાં પતિ ઘરે હોવાના કારણે પત્નીનાં ચારિત્ર્ય પર શંકા જતાં બંનેના સંબંધનો અંત આવી ગયો છે. યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • મનમાં સળવળ્યો શંકાનો કીડો, લગ્ન ભાંગ્યું 
  • પ્રેમ લગ્ન બાદ ટૂંક જ સમયમાં પતિએ પ્રકાશ્યું પોત
  • પતિએ દરવાજે તાળું બદલાવી નાખ્યું,પોલીસ ફરિયાદ  

કોરોનાકાળમાં આવેલા લોકડાઉનના કારણે કેટલાક પરિવાર ભેગા થયા છે ત્યારે કેટલાક એવા પણ પરિવાર છે જેમને જુદા થવાનો વારો આવ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં લોકડાઉનમાં પતિ ઘરે હોવાના કારણે પત્નીનાં ચારિત્ર્ય પર શંકા જતાં બંનેના સંબંધનો અંત આવી ગયો છે. 

પહેલા થયો પ્રેમ,પછી કર્યા લગ્ન 

ગોતા વિસ્તારમાં રહેતી એક 29 વર્ષિય મીના (નામ બદલ્યું છે) આશ્રમરોડ ખાતે આવેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યાં તેનો પરિચય અભિષેક નામના યુવક સાથે થયો હતો. બંને જણા એક બીજાને પ્રેમ કરતા હોવાથી તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું અને પોતપોતાના પરિવારને જાણ કરી દીધી હતી. પરિવારે પણ બંને જણાનાં લગ્ન કરાવવાનું નક્કી કરતાં 12 મે, 2019ના રોજ સામાજિક રીત રિવાજ મુજબ સગાઇ થઇ ગઇ હતી અને બાદમાં 4 ફેબ્રુઆરી 2020ના રોજ તેમનાં લગ્ન થઇ ગયાં હતાં.

યુવતી સાસરે જતા લખણ ઝળકાવતો પતિ    

લગ્ન બાદ મીના જગતપુર ખાતે સાસરીમાં રહેવા માટે ગઇ હતી. જ્યાં થોડાક દિવસ તેની સાથે સાસરિયાંએ સારો વ્યવહાર કર્યો હતો. થોડાક સમય બાદ લોકડાઉન આવી જતાં અભિષેક ઘરે હતો. જેથી તેણે મીનાનો મોબાઇલ ફોન ચેક કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે અવારનવાર મીનાનાં ચારિત્ર્ય પર શંકા કરીને મારઝૂડ પણ કરતો હતો. જમવાનું સારું બનાવતી નથી તેમ કહીને અભિષેક મીના સાથે બબાલ કરતો હતો. 

પત્ની ઘરે ના આવે એટલે તાળું જ બદલી નાખ્યું 

2021ની28 ઓક્ટોબરે મીના નોકરીથી પરત તેના ઘરે આવી ત્યારે જ્યાં દરવાજાને તાળું માર્યું હતું જેની એક ચાવી મીના પાસે રહેતી હતી. મીનાએ લોક ખોલવાની કોશિશ કરી હતી પરંતુ અભિષેકે બીજું લોક મારી દીધું હતું. મીનાએ અભિષેકને ફોન કર્યો પરંતુ તેણે ફોન નહીં ઉપાડતાં તે તેની મિત્રના ઘરે ગાંધીનગર ખાતે જતી રહી હતી. બે દિવસ બાદ અભિષેકે મીનાને ઘરે રાખવા માટેની પણ ના પાડી દીધી હતી. થોડાક દિવસ પછી અભિષેક પોતાનું એક્ટિવા પણ મીના પાસેથી લઇને આવ્યો હતો. મીનાએ અભિષેકને ઘર સંસાર બગડે નહીં તે મામલે અવારનવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નહીં સમજતાં અંતે તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે અભિષેક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ