ટ્રેન ચૂકી જવાની સ્થિતિમાં સામાન્ય રીતે મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે શું આપણે હાલની ટિકિટ પર જ આગળની ટ્રેનમાં ચઢી શકીશું? અથવા મારે ફરીથી ટિકિટ ખરીદવી પડશે? જાણી લો નિયમ
ટ્રેન ચૂકી જાવ તો શું એ જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં બેસી શકો?
આ પ્રશ્ન દરેક પેસેન્જરના મનમાં રહે છે
જનરલ ટિકિટ છે તો તે જ ટિકિટ પર બીજી ટ્રેનમાં બેસી શકો
ભારતીય રેલવે મારફતે દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. લોકોને રેલવેની મુસાફરી ખૂબ જ સરળ અને આરામદાયક લાગે છે. પણ ઘણાઈ વખત એવું પણ બનતું જોય છે કે કોઈ કારણોસર ટ્રેન ક્યારેય ચૂકી જવાય છે તો એવી સ્થિતિમાં તમારી પાસે રહેલ એ ટ્રેનની ટિકિટનું શું? ચાલો એ વિશે જાણીએ..
ટ્રેન ચૂકી જવાના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક લોકો વહેલા ઘરેથી નીકળતા નથી અને ટ્રાફિક જામને કારણે તેમની ટ્રેન ચૂકી જાય છે એવામાં હજુ પણ એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે કે જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય અને કોઈ કારણસર તમે તમારી ટ્રેન ચૂકી જાવ તો શું તમે એ જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં બેસી શકો?
ટ્રેન ચૂકી જવાની સ્થિતિમાં સામાન્ય રીતે મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે શું આપણે હાલની ટિકિટ પર જ આગળની ટ્રેનમાં ચઢી શકીશું? અથવા મારે ફરીથી ટિકિટ ખરીદવી પડશે? આ પ્રશ્ન દરેક પેસેન્જરના મનમાં રહે છે જેની ટ્રેન ચૂકી જાય છે. જો ટ્રેન ચૂકી જઈએ તો તે જ ટિકિટ સાથે તમે આગલી ટ્રેનમાં મુસાફરી કરી શકશો કે કેમ, તે તમારી પાસેની ટિકિટના વર્ગ પર આધારિત છે. રેલ્વેનો નિયમ છે કે જો તમે તમારી સીટ રિઝર્વ કરી હોય તો તે જ ટિકિટ પર તમે આગલી ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી. હા, જો તમારી પાસે જનરલ ટિકિટ છે, તો તમે તે જ દિવસે, તે જ ટિકિટ પર બીજી ટ્રેનમાં બેસી શકો છો.
એ વાત સામાન્ય છે કે ટ્રેન ચૂકી ગયા પછી જો તમે તમારી રિઝર્વ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરો છો અને TTE તમને પકડી લે છે, તો તમારી પાસેથી દંડ (ટિકિટ દંડ વિના) પણ વસૂલવામાં આવી શકે છે. આ સાથે રેલવે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. જો તમારે મુસાફરી કરવી હોય તો તમારે બીજી રિઝર્વ ટિકિટ બુક કરવી પડશે.
રિફંડ લઈ શકે છે
erail.in પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જો તમે જે ટ્રેનમાં મુસાફરી કરવાના છો, જો તે ટ્રેન તમને ચૂકી જાય, તો તે કિસ્સામાં તમે ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો. આ માટે, તમારે ટિકિટના રિફંડ માટે દાવો કરવો પડશે. રેલવેના નિયમો અને શરતો અનુસાર તમને રિફંડ આપવામાં આવશે.
આ રીતે તમને રિફંડ મળશેઃ
રિફંડ મેળવવા માટે ટિકિટ કેન્સલ ન કરવી જોઈએ. આ માટે તમે TDR ફાઇલ કરી શકો છો. આમાં તમારે મુસાફરી ન કરવાનું કારણ પણ જણાવવું પડશે. જો ચાર્ટ તૈયાર કર્યા પછી ટિકિટ રદ કરવામાં આવે તો કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. તમે સ્ટેશનથી ટ્રેન ઉપડ્યાના એક કલાકની અંદર TDR ફાઇલ કરી શકો છો.