બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The temple of Khuniya Mahadev is situated between Vanrai of Champaner in Pavagadh

નયનરમ્ય દ્રશ્યો / પાવાગઢમાં ચાંપાનેરની વનરાઈ વચ્ચે આવેલું છે ખૂણિયા મહાદેવનું મંદિર, સુંદર વોટરફોલના દ્રશ્યો જોઈને તમારું મન પણ મોહી જશો

Malay

Last Updated: 04:13 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતાં બહુ પ્રચલિત એવો ખૂણિયા મહાદેવ ધોધ થયો વહેતો, વરસાદી માહોલ વચ્ચે ખૂણિયા મહાદેવ ધોધ ખાતે યાત્રાળુઓ તેમજ પર્યટકોમાં થયો વધારો.

 

  • શક્તિપીઠ પાવાગઢનો અદ્દભુત નજારો 
  • પાવાગઢમાં સોળે કળા એ ખીલી ઉઠી પ્રકૃતિ
  • વરસાદી માહોલમાં નયરમ્ય દ્રશ્યો જોવા મળ્યા 
  • બહુ પ્રચલિત એવો ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થયો 

રાજ્યમાં સારા વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતાં પાવાગઢ પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પાવાગઢ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે. પાવાગઢ પર્વતને વાદળોએ ઘર બનાવી લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પંચમહાલમાં સારો વરસાદ થતા પાવાગઢ અને તેની આસપાસના પર્વતો પર ધોધ અને ઝરણાઓ ફરી જીવંત થયા છે. વિખ્યાત ખૂણિયા મહાદેવનો ધોધ ફરી શરૂ થતા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. લોકો મહાકાળી માતાજીના દર્શન સાથે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.

ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થયો 
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષા ઋતુની સિઝનમાં ધોધ વહેતો હોય છે આ ધોધ ખૂણિયા મહાદેવના ધોધ તરીકે પ્રચલિત છે, વર્ષા ઋતુની સિઝનમાં રાજ્યના ખૂણે ખૂણેથી પર્યટકો આ ધોધને નિહાળવા અને નાહવા માટે ઉમટી પડે છે. ત્યારે જિલ્લામાં સારા વરસાદ બાદ બહુ પ્રચલિત એવો ખૂણિયા મહાદેવ ધોધ ફરી શરૂ થયો છે. 

સહેલાણીઓ માણી રહ્યા છે પ્રકૃતિનો આનંદ 
આજે રવિવારના દિવસે પર્યટકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દેશ વિદેશથી આવેલા સહેલાણીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. પાવાગઢના ડુંગર પર લીલી હરીયાળીની વચ્ચે વરસતા આ ધોધને જોવા અને તેની સાથે સેલ્ફી લેવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ