રાજ્યમાં સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 85 ટકા મધ્ય ગુજરાત 93 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં 112 ટકા અને દક્ષિણ ગુજરામાં 84 ટકા વરસાદ ખાબક્યો છે
રાજ્યમાં 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ
રાજ્યના 90 જળાશયો હાઈ એલર્ટ પર છે
દેશભરમાં હાલ ધોધમાર વરસાદી માહોલ છે. મધ્યભારતમાં પડી રહેલા જોરદાર વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યની વિવિધ નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યું છે. નદીની જળસપાટીમાં સતત વધારો થતા અનેક વિસ્તારમાં પૂરનો સંકટ તોડાઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ છે. જો કે, અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
90 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યમાં સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 85 ટકા મધ્ય ગુજરાત 93 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 112 ટકા અને દક્ષિણ ગુજરામાં 84 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 138 ટકા વરસાદ નોંધાયો છે. 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ કરાયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ કરાયો છે. 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ છે. તેમજ 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. 90 જળાશયો હાઈ એલર્ટ પર છે.
ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો
મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ધરોઇ ડેમમાં 18 હજાથી વધુ ક્યુસેક પાણીની આવક વધી છે. ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 16 હજારથી વધુ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.
કમલેશ્વર ડેમ ઓવરફ્લો
ગીર અભયારણ્ય વચ્ચે આવેલો કમલેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા ડેમ છલકાયો છે. દરવાજા વગરનો કમલેશ્વર ડેમ છે. ગીરમાં વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ કમલેશ્વર ડેમ ગણાય છે
પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો
શહેરા ખાતે આવેલો પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા 6 ગેટ 6 ફૂટ સુધી ખોલયા છે. હાલ ડેમમાં 49883 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેમાં ગેટ ખોલી 49883 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.