બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The state government is firm about the development of Surat-Gandhinagar and Vadodara, Rs. 484 crore allocation

મંજૂરી / સુરત-ગાંધીનગર તથા વડોદરાના વિકાસને લઇ રાજ્ય સરકાર મક્કમ: કરાઇ રૂ. 484 કરોડની ફાળવણી, જુઓ કોને કેટલાં ફાળવાયા

Priyakant

Last Updated: 04:00 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhupendra Patel Latest News: આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી, ગાંધીનગર, સુરત, વડોદરામાં શહેરી વિકાસ માટે 484 કરોડની ફાળવણી

  • રાજ્યના નગરો મહાનગરો માટે મુખ્યમંત્રી કક્ષાએ મહત્વનો નિર્ણય
  • ગાંધીનગર, સુરત, વડોદરામાં શહેરી વિકાસ માટે 484 કરોડની ફાળવણી
  • ગાંધીનગર અને ગુડાને 8 કામ માટે 66.59 કરોડ
  • સુરત મહાનગર 252 કામો માટે 369 કરોડ
  • વડોદરા મહાનગરના 164 કામો માટે 56 કરોડ મંજૂર
  • આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી

Bhupendra Patel : રાજ્યના મુખ્યમંત્રીએ નગરો અને મહાનગરોમાં જન સુખાકારીના વધુ કામોને મંજૂરી આપી છે. વાત જાણ એમ છે કે, મુખ્યમંત્રી કક્ષાએ થુ ગાંધીનગર, સુરત, વડોદરામાં શહેરી વિકાસ માટે 484 કરોડની ફાળવણી કરાઇ છે. આ સાથે ગાંધીનગર અને ગુડાને 8 કામ માટે 66.59 કરોડ તો સુરત મહાનગર 252 કામો માટે 369 કરોડ અને વડોદરા મહાનગરના 164 કામો માટે 56 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આસાથે આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરવા આ હેતુસર રાજ્યના ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા 483.71 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં  ગાંધીનગર અને ગુડાને 8 કામો માટે રૂ. 66.95 કરો,  સુરત મહાનગરને 252 કામો માટે રૂ. 360.06 કરોડ અને વડોદરા મહાનગરને 164 કામો માટે રૂ. 56.70 કરોડ મળી કુલ 483.71 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ત્રણ મહાનગરોને આ રૂ.483.71 કરોડની રકમ ફાળવી છે. આ સતહે પાટનગર ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડાને ભાઈજીપુરાથી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે 20.74 કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર-કોબા હાઈ-વે ને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં 20.74 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

વાઇબ્રન્ટ સમિટ-2024ને લઈ કવાયત 
આ તરફ આગામી વાઇબ્રન્ટ સમિટ-2024 ગાંધીનગરમાં યોજાવાની છે ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, 3 ઓવરબ્રિજ અને 2 અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો રૂ. 35.50 કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ કામો ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની બે દરખાસ્તો જેમાં રક્ષાશક્તિ સર્કલ થી કોબા સર્કલના રોડનું બ્યુટિફિકેશન એન્‍ડ લેન્ડ સ્કેપિંગ અને મહાનગરપાલિકામાં સમાવાયેલા ગામોમાં નવા સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવા 10.70 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની મંજૂરી આપી છે.

સુરત અને વડોદરામાં કયા કામોને મંજૂરી ? 
આ તરફ ભૂપેન્દ્ર પટેલે સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને પણ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રકમ ફાળવી છે. સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના 2 કામો માટે 145 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્‍વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના 21 કામો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના 19 કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ 75 કામો માટે 151.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટરના કામો, ડ્રેનેજ તથા રોડના કામો, પેવર બ્લોક કામો જેવા કૂલ 164 કામો માટે રૂ. 56.70 કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ