બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / The sports complex has been collecting dust on the riverfront of Ahmedabad for two years, citizens are saddened by the work of the Municipal Corporation

બેદરકારી / અમદાવાદના રિવરફ્રન્ટ પર બે વર્ષ ધૂળ ખાઈ રહ્યું છે સ્પોર્ટ્સ સંકુલ, મનપાના કામથી નાગરિકો ઉદાસ

Vishal Khamar

Last Updated: 06:01 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં શાહપુર રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે AMC ની બેદરકારીનાં કારણે સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ કોટ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

  • શાહપુર રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ સ્પોર્ટસ સંકુલનું ઉદ્ધાટન ક્યારે?
  • AMCની બેદરકારીના કારણે સ્પોર્ટસ સંકુલ ખાઈ રહ્યુ છે ધૂળ 
  • શાહપુર ખાતે રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કોટ શરૂ કરવા લોકોની માંગ

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર અનેક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના ઉદાસીન વલણના કારણે અનેક પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે. જેને પગલે કરોડોના રૂપયાનું આંધણ કર્યા બાદ પણ લોકો સુવિધાથી વંચિત છે. અમદાવાદ શાહપુર રિવરફ્રન્ટ ખાતે AMC દ્વારા ઓપન સ્પોર્ટસ કોટ બનાવવામાં આવ્યો છે. જેમાં બાસ્કેટ બોલ, લોન ટેનિસ સહિતની રમતો રમવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ જિમ અને વ્યાયામ માટેના સાધનો પણ મુકવામાં આવ્યા છે.

કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર કરેલ સ્પોર્ટસ સંકુલનું ઉદ્ધાટન ક્યારે?
છેલ્લા બે વર્ષથી સ્પોર્ટ્સ સંકુલ તૈયાર હવા છતા પણ તેનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ નથી. જેના કારણે સમગ્ર સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યુ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલુ સ્પોર્ટસ સંકુલ બન્યા બાદ પણ ઉપયોગમાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક આ સ્પોર્ટ્સ કોટને ખુલ્લુ મુકવામાં આવે  જેથી લોકો તેનો લાભ લઈ શકે. ત્યારે કરોડોના ખર્ચે તૈયાર થયેલુ સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાતા સ્થાનિકોમાં AMCની ઉદાસીનતા અને કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિવરફ્રન્ટ પણ અનેક પ્રોજેક્ટો નિર્માણ પામ્યા
અમદાવાદ શહેરના નજરાણા સમાન રિવરફ્રન્ટ પર અનેક પ્રોજેક્ટો બન્યા છે અને અનેક પ્રોજેક્ટો આકાર લઇ રહ્યાં છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉદાસીન વલણના કારણે અનેક પ્રોજેક્ટો પૂર્ણ થયા બાદ પણ હજૂ ધુળ ખાઇ રહ્યાં છે જેના પગલે પ્રજાના ટેક્સના પૈસાથી બનતા જાહેર સ્થળો પ્રજાના જ ઉપયોગમાં નથી આવી રહ્યાં.


સ્પોર્ટ્સ સંકુલ બન્યાને 2 વર્ષ જેટલો સમય વીત્યો
અમદાવાદના શાહપુર રિવરફ્રન્ટ ખાતે AMC દ્વારા ઓપન સ્પોર્ટ્સ કોટ બનાવવામાં આવ્યુ છે જેમાં બાસ્કેટ બોલ, લોન ટેનિસ સહિતની રમતો રમી શકવાની સુવિધા છે તો બીજી તરફ જિમ અને વ્યાયામ માટેના સાધનો પણ જોવા મળે છે. છેલ્લા 2 વર્ષથી આ સ્પોર્ટ્સ સંકુલ બન્યા બાદ પણ હજૂ ઉદ્ધાટનની રાહે સંકુત ધુળ ખાઇ રહ્યું છે. મનપા વિકાસના નામે કરોડોનું આંધણ તો કરી નાખે છે પરંતુ નાગરિકો માટે આ સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ કરાવશે તે સવાલ ઉભો થઇ રહ્યો છે.

મનપાની કામગીરી અને ઉદાસીન કામગીરી
શાહપુર ખાતે રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ ઓપન સ્પોર્ટ્સ કોટ પ્રજા માટે ખુલ્લો ન મુકાતા. બાળકોથી લઇ તમામ મોટી વયના લોકો પણ મનપાની કામગીરી અને ઉદાસીનતા સામે સવાલ ઉભા કરતા નજરે પડ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ