બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The South actress shocked everyone by saying that she got married secretly

બોલિવૂડ / સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ગુપચુપ કરી લીધા લગ્ન? મજાક-મજાકમાં કહ્યું એવું કે ફેન્સને લાગ્યો ઝટકો

Vishal Khamar

Last Updated: 11:37 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદાનાએ હાલમાં જ એવું કહીને બધાને ચોંકાવી દીધા હતા કે તે પહેલેથી જ પરિણીત છે. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તેણે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

  • જાણીતી ફિલ્મ કલાકારે ચૂપચાપ લગ્ન કરી લીધા
  • અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુંમાં કર્યો લગ્ન કર્યાનો ખુલાસો
  • રશ્મિકાનાં જવાબે બધાને ચોંકાવી દીધા

રશ્મિકા મંદાના સારી ફેન ફોલોઈંગ છે. તેના ચાહકો તેના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ પર ખાસ નજર રાખે છે. નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા તેની ડેટિંગ લાઇફને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. એક્ટ્રેસનું નામ સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા સાથે જોડાઈ રહ્યું છે. તેમના ડેટિંગના સમાચારો આવતા રહે છે અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે રશ્મિકાએ ગુપ્ત રીતે કોઈ સાથે લગ્ન કરી લીધા છે અને તે વિજય દેવરાકોંડા બિલકુલ નથી. અભિનેત્રીએ જે નામ જાહેર કર્યું તે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો.

રશ્મિકા મંદાનાએ ગુપચુપ લગ્ન કર્યા!
તાજેતરમાં શર્વન શાહ દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાને તેના અંગત જીવન વિશે પૂછવામાં આવ્યું. ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો કે તે પહેલેથી જ પરિણીત છે. રશ્મિકાની આ પ્રતિક્રિયાથી ત્યાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેના જવાબે બધાને ચોંકાવી દીધા. ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો કે તેણીએ એનિમે પાત્ર 'નરુતો' સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા છે. અભિનેત્રીની આ વાત સાંભળીને બધા હસી પડ્યા.


રશ્મિકા 'એનીમે'ની ફેન છે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે જાપાની એનિમ સીરિઝ 'નરુતો' અને નરુતો શિપુડેનનું લીડ કેરેક્ટર ઘણા લોકો માટે ઈમોશન છે અને આ લિસ્ટમાં રશ્મિકા મંદન્નાનું નામ પણ સામેલ છે. આ સાથે રશ્મિકાએ એનીમ કેરેક્ટર 'હિનાતા' જેવી બનવાની ઈચ્છા વ્યક્ત કરી અને વાળમાં પર્પલ કલર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું, 'નારુતો પાસે મારું હૃદય છે. તે મારું પ્રિય પાત્ર છે. હું એ પાત્ર સાથે સંપૂર્ણ રીતે પરિણીત છું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ