બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / The place of this player who became a new star is fixed in the World Cup? A big statement from the former Chief Selector of India

cricket / નવા નવેલા સ્ટાર બનેલા આ ખેલાડીનું વર્લ્ડકપમાં સ્થાન પાક્કું? ભારતના પૂર્વ ચીફ સિલેક્ટરનું મોટું નિવેદન

Vishal Khamar

Last Updated: 11:36 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 વર્ષીય તિલક વર્માએ તેની બેટીંગથી ઘણા લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણીમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેણે અત્યાર સુધીની ત્રણેય મેચોમાં સારુ યોગદાન આપ્યું છે. આ કારણે ભારતનાં પૂર્વ મુખ્ય પસંદગીકારે મોટું નિવેદન આપ્યું છે.

  • 20 વર્ષીય તિલક વર્માએ તેની શાનદાર બેટીંગથી લોકોને મંત્રમુગ્ધ કર્યા
  • તિલકને લઈને ભારતનાં પૂર્વ મુખ્ય પસંદગીકારે મોટું નિવેદન આપ્યું
  • વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચોમાં તિલકે શાનદાર પ્રદર્શન કર્યું

 આ વર્ષે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. જે 5 ઓક્ટોમ્બરથી શરૂ થવાનો છે. હાલ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચોની સીરીઝ રમી રહી છે. સીરીઝમાં અત્યાર સુધી ત્રણેય મેચોમાં 20 વર્ષીય તિલક વર્માએ શાનદાર બેટીંગ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તિલકે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી 20 સીરીઝનાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી અને કમાલ કરી છે.  જેને લઈને ભારતનાં પૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે.

તિલકને સક્ષમ ખેલાડી ગણાવ્યો
છેલ્લા વન ડે વર્લ્ડ કપ દરમ્યાન ભારતીય પસંદગી સમિતિનાં પ્રમુખ રહેલ એમએસકે પ્રસાદનું માનવું છે કે તિલક વર્મા જેવો ખેલાડી સક્ષમ વનડે નો ખેલાડી છે. પ્રસાદે એક ન્યુઝ એજન્સીને કહ્યું હતું કે, હૈદરાબાદ માટે તેમનો લિસ્ટ એ રેકોર્ડ જોઈ લો. તિલકે 25 મેચો એ લિસ્ટમાં રમી છે અને તેની એવરેજ 55 (56.18) થી વધારે હતી. તિલકે આ દરમ્યાન 5 સદી અને એટલી જ અડધી સદી ફટકારી છે. આનો અર્થે એવો છે કે ઓછામાં ઓછા 50 ટકા અડધી સદીને સદીમાં ફેરવી રહ્યા છે. તેમજ તેમનો સ્ટ્રાઈક રેટ 100 થી વધારે છે.

ભવિષ્યમાં ભારતની ટીમનાં નિયમિત ખેલાડી હશે તિલક
પ્રસાદે આગળ કહ્યું કે મને લાગે છે કે આ એટલો પણ ખરાબ વિચાર નથી.  જ્યાં સુધી શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન ન મળે ત્યાં સુધી વર્મા વિશે વિચારી શકો છે. પરંતું મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં મર્યાદિત ઓવરમાં ભારતનો નિયમિત ખેલાડી હશે. તમને જણાવી દઈએ કે હૈદરાબાદનાં આ 20 વર્ષીય ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ શરૂઆતની ત્રણ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 39, 50 અને અણનમ 49  રનની મેચ રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

IPL-2023 માં પણ સારૂ પ્રદર્શન કર્યું
તિલકે આઈપીએલ કે આઈપીએલની 2023 ની સીઝનમાં પણ સારુ પ્રદર્શન કર્યું હતું. તેણે અત્યાર સુધી 11 મેચોમાં 42.88 ની એવરેજથી કુલ 343 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેમણે એક અડધી સદી પણ ફટકારી હતી. તિલકે 164.11 નાં સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. IPL 2022 ની સીઝનમાં તેણે 14 મેચમાં 26.09 ની એવરેજથી 397 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ