બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / The new year will be a blast, these 5 cool cars are going to be launched including the new Creta and Swift.

ઓટો ન્યૂઝ / નવા વર્ષમાં કઈ કારો થશે લોન્ચ, ક્રેટા ન્યૂ વર્ઝન અને સ્વિફ્ટ સહિત 5 જોરદાર ગાડીઓ આવશે બજારમાં

Pravin Joshi

Last Updated: 11:44 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024 ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં કિયા મોટર્સ, હ્યુન્ડાઈ મોટર, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓ તેમની લોકપ્રિય કારના ફેસલિફ્ટેડ અને અપડેટ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે.

  • વર્ષ 2024ના પહેલા મહિને જાન્યુઆરીમાં શાનદાર કાર થશે લોન્ચ
  • કિયા, હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કાર થશે લોન્ચ
  • કંપનીઓ તેમની લોકપ્રિય કારના ફેસલિફ્ટેડ અને અપડેટ મોડલ કરશે

વર્ષ 2024ના પહેલા મહિને જાન્યુઆરીમાં નવી કારોની ભરમાર થવાની છે અને તેમાંથી કેટલીક SUV પણ છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. હા, Hyundai Creta Facelift, Kia Sonet Facelift, Mahindra XUV300 અને XUV400 ના ફેસલિફ્ટેડ મોડલ આવતા વર્ષના પહેલા મહિનામાં લોન્ચ થઈ શકે છે. આ સાથે એક કાર જેની અપડેટ થવાની રાહ લાખો લોકો રાહ જોઈ રહ્યા છે તે છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ જે દેશની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. આવો આજે અમે તમને આ બધી આવનારી કાર વિશે વિગતવાર જણાવીએ..

હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ

Hyundai Creta દેશમાં સૌથી વધુ વેચાતી મિડસાઈઝની SUV પૈકીની એક છે અને દર મહિને તે ટોપ 10 કારની યાદીમાં રહે છે. લોકો ઘણા સમયથી આ SUVના ફેસલિફ્ટ મોડલની રાહ જોઈ રહ્યા હતા અને હવે આવતા મહિને 16મી જાન્યુઆરીએ તેનું અનાવરણ થવા જઈ રહ્યું છે. બહેતર પાવર, પર્ફોર્મન્સ, લુક-ડિઝાઈન અને ફીચર્સ સાથે, અદ્યતન ડ્રાઈવર સહાયક સિસ્ટમ નવી Creta ફેસલિફ્ટમાં જોઈ શકાય છે.

Hyundai Creta 2020નું લોન્ચિંગ થશે આ તારીખે, કંપનીએ ચાલુ કર્યુ બુકિંગ |  Hyundai Creta 2020 Booking New Hyundai Creta 2020 Launch Date In India  Hyundai Creta 2020 Features

kia સોનેટ ફેસલિફ્ટ

કિયા મોટર્સે આ વર્ષે તેની સેલ્ટોસ એસયુવી અપડેટ કરી છે અને સોનેટના ફેસલિફ્ટેડ મોડલનું વૈશ્વિક અનાવરણ આ મહિનાની 14મી તારીખે થવાનું છે. આ પછી તેની કિંમત જાન્યુઆરી 2024 માં જાહેર થઈ શકે છે. કિયા સોનેટ ફેસલિફ્ટ બહેતર ડિઝાઈન અને ફીચર્સ તેમજ ઘણી નવીનતા સાથે આવવા માટે તૈયાર છે અને પછી તે તેના સેગમેન્ટમાં ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી તેમજ હ્યુન્ડાઈ મોટર્સ સાથે સ્પર્ધા કરશે.

આ SUVના ફિચર્સ જાણી પાગલ થયા લોકો! ધડાધડ વેચાઈ ગઈ 5 લાખથી વધુ કાર, જાણો  કિંમત અને બીજી ડિટેલ્સ | kia seltos achiveves 5 lakh unit sales milestone

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટના અપડેટેડ મોડલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. નવા પાવરફુલ એન્જીન, બહેતર માઈલેજ અને ફીચર્સ સાથે નવી પેઢીની સ્વિફ્ટમાં ઘણા કોસ્મેટિક બદલાવ જોવા મળી શકે છે.

Topic | VTV Gujarati

મહિન્દ્રા XUV300 ફેસલિફ્ટ

મહિન્દ્રાની સબ-4 મીટર કોમ્પેક્ટ SUV XUV300 ના અપડેટેડ મોડલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને એવું માનવામાં આવે છે કે તેને 2024ના પહેલા મહિનામાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી શકે છે. XUV300 ફેસલિફ્ટના બાહ્ય અને આંતરિક ભાગમાં સુધારેલા ફેરફારો જ નહીં, તેમની ઇંધણ કાર્યક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવી શકે છે.

મહિન્દ્રાએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી સસ્તી XUV, જાણો  ફિચર્સ-કિંમત-mahindra-xuv500-w3-new-base-variant-launched

મહિન્દ્રા XUV400

મહિન્દ્રાની એકમાત્ર ઇલેક્ટ્રિક SUV XUV400 પણ આવતા વર્ષની શરૂઆતમાં અપડેટ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે વધુ સારી રેન્જ અને ફીચર્સ પર ફોકસ કરવામાં આવશે, જેથી તે Tata Nexon EV અને MG ZS EV ને ટક્કર આપી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ