બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The new week has a different significance astrologically

જ્યોતિષશાસ્ત્ર / કેવું રહેશે તમારું આ અઠવાડિયું? મેષ, કન્યા, કુંભ રાશિવાળાઓનો દરેક દાવ પડશે સીધો, જુઓ સપ્તાહિક રાશિફળ

Kishor

Last Updated: 04:55 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી શરૂ થતું નવું અઠવાડિયું જ્યોતિષની દૃષ્ટિએ અલગ મહત્વ ધરાવે છે આ અઠવાડિયે ગ્રહોની દિશામાં પરિવર્તન છે. આવતું હોવાથી ધનુ, કુંભ અને મીન રાશિ માટે લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરીની તકો લાવશે. વધુમા તમામ રાશિના જાતકોમા બદલાવ આવી શકે છે.

  • નવું અઠવાડિયું જ્યોતિષની દૃષ્ટિએ છે ખાસ
  • તમામ રાશિમાં આવશે નવા પરિવર્તન

મેષ
આ અઠવાડિયામાં મેષ રાશિના જાતકોને સપ્તાહ દરમિયાન કામકાજમાં વધુ વ્યસ્તતા જણાશે! વધુમા  નોકરી સાથે સંકળાયેલા લોકો માટે મધ્યમ ફળદાયી નીવડશે. એકાએક કામનું ભારણ આવી શકે છે.આથી આઠવાડીયામાં વધુ મહેનતની જરૂર જણાઈ શકે છે. વધુમાં ગુસ્સામાં કોઈ પગલું ભરવાનું ટાળવું જોઈએ. ઝઘડામાં પાડવા કરતા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે.આ ઉપરાંત ખર્ચ વધી શકે છે. તો સમસ્યાઓનો સામનો કરવો પડશે. સપ્તાહના મધ્યમાં પરિવારમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને પણ મન ચિંતાતુર રહેશે.ઉપરાંત શારીરિક પીડા પણ સહન કરી શકો છો. જેથી સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી ટાળવી જોઈએ, સારા દાંપત્ય જીવન માટે જીવનસાથીની લાગણીને અવગણના ન કરવી જોઈએ!

Topic | VTV Gujarati

વૃષભ 
વૃષભ રાશિના લોકોને આ અઠવાડિયામાં પૂરેપૂરો ભાગ્યનો પૂરો લાભ મળશે. આજ થી જ લાંબા સમયથી ચાલતી ઉપાધીનો આંત આવી શકે છે. નોકરીયાતથી માંડી વેપારી વર્ગ તથા કમિશન અને કોન્ટ્રાક્ટવાળા લોકો માટે પણ શુભ રહેવાનું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમામને આ અઠવાડિયું શુભ અને લાભ લઈને આવ્યું છે. જે લોકો પોતાનું કરિયર અથવા બિઝનેસ સેટ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, તેમની ઈચ્છાઓ પૂરી થવાના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કોઈ લાભની યોજનામાં સામેલ થવાની તક મળશે.

2023માં આ 3 રાશિના લોકો પર મહેરબાન રહેશે રાહુ, જીવનની દરેક મુશ્કેલીઓ થશે  દૂર, પરંતુ આ સમયે સંભાળજો | In 2023 people of these 3 zodiac signs will be  favored by Rahu


મિથુન 
આ અઠવાડિયુ તમારા માટે સફળતાથી ભરેલું રહેશે. ભાગ્ય સાથ આપશે અને આજથી સંતાન સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. વધુમાં ખુશી ભર્યા આ અઠવાડિયાં નોકરીની દિશામાં પણ પ્રયાસોમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શકયતા સાથે ભૂતકાળમાં કરેલા રોકાણનુનો પણ વળતર મળી શકે છે. પરિવારના સભ્યને લઈ તમામ ચિંતાનો અંત આવી શકે છે.  વધુમાં નોકરી સાથે સંકળાયેલ મહિલાઓ પોતાની મહેનત અને ક્ષમતા સાબિત કરી શકશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ અને નિકટતા વધશે. વિવાહિત જીવન સુખમા પસાર થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

કર્ક
આજીવિકા માટે ભટકતા લોકોને સારી તકો મળશે. કામમાં પણ સમર્પણ વધશે, જેના કારણે તમને શુભ ફળ મળશે. વ્યવસાયમાં વિચાર્યો ના હોય તેવો આકાએક લાભ થશે પરિણામે નાણાકીય સ્થિતિ સુધરશે. બજારમાં નામના ઉભી થશે નોકરીયાત માટે આવકનો વધારાનો સ્ત્રોત ઉભો થશે.મિલકતોના વિવાદ ઉકેલી શકાશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. વિવાહિત જીવન સુખમય રહેશે અને  સ્વાસ્થ્ય સામાન્ય રહે તેવું જણાઈ રહ્યું છે.

સિંહ
 કરિયર બિઝનેસના સંબંધિત યાત્રા અને લાભદાઇ નીવડશે. અટવાયેલા નાણાં પરત મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળી શકે છે. જો લાઈફસ્ટાઈલમા ધ્યાન ન રાખો તો હોસ્પિટલ જવાનો નોબત આવી શકે છે. ઘરમાં સુવિધાઓ સંબંધિત વસ્તુઓ પર ખર્ચ કરવો પડી શકે છે. જીવનસાથી તમને જીવનના ઉતાર-ચઢાવમાં શક્તિ પ્રદાન કરશે.

નવા સપ્તાહમાં આ 5 રાશિના જાતકોની બલ્લે બલ્લે, અટકેલા કાર્યો ફટાકે થશે, જાણો  તમારું નસીબ ઉઘડ્યું કે નહીં / Starting the new week from today the people  of this zodiac sign ...

કન્યા
અઠવાડિયું આવકારદાયક રહેશે અને શરૂઆત જ કોઈ સારા સમાચારથી થઇ શકે છે. અટકેલા કાર્યો ઉકેલાશે અને મોટી જવાબદારી મળી શકે છે. પ્રમોશનના ચાન્સ છે. નવી યોજનામાં સામેલ થવાની તક મળી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓને નફો મળશે.પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની તક મળશે.

તુલા 
લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ થશે અને લાંબી બીમારીનો અંત આવી શકે છે. તબિયતમાં સુધારો આવશે. દિનચર્યા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રમાં સમય તમારા માટે અનુકૂળ જોવા મળશે. આવકના વધારાના સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થઇ શકે છે. અઠવાડિયાના મધ્યમાં તમારે અચાનક લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે. પરિવાર સાથે કોઈ તીર્થસ્થળની યાત્રા પણ શક્ય છે. 


વૃશ્ચિક 
જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવાની જરૂર પડશે. નોકરીયાત વર્ગ માટે ઉતાર-ચઢાવ અને જુનિયર વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. અણગમતી જગ્યાએ ટ્રાન્સફર સહિતના જોખમ જોવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય અને સંબંધ બંનેની દ્રષ્ટિએ અઠવાડિયું મુશ્કેલીમાં પસાર થશે. 
ખાસ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ. સંપત્તિનો વિવાદને કોર્ટમાં લઈ જવાને બદલે પરસ્પર ચર્ચા દ્વારા તેનું સમાધાન કરવું જોઈએ. લવ પાર્ટનરની લાગણીઓને અવગણશો નહીં. 


ધનુરાશિ 
યાત્રાના સંજોગ જેવા મળી રહ્યા છે. યાત્રા સુખદ અને મનોરંજક સાબિત થશે. સમાજમાં તમારી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયિક લોકોને આ અઠવાડિયે ઇચ્છિત લાભ મળશે. નોકરીમાં વરિષ્ઠ અને જુનિયરનો સંપૂર્ણ સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અપેક્ષા મુજબ સફળતા મળશે તો તેઓ ખુશ થશે. આખું આઠવાડીયુ સામાન્ય રહેશે.


મકર
 કરિયર અથવા બિઝનેસ સંબંધિત શુભ માહિતી પ્રાપ્ત થશે,  લાંબા સમયથી વિદેશમાં ભણવા કે બિઝનેસ કરવા જતા લોકોના પ્રયાસને સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આવકના નવા સ્ત્રોત બનશે. વેપારમાં નફો થતો જોવા મળશે.વધુમા મુસાફરી કરવી પડી શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે અથવા તમારા વિરોધીઓ જાતે જ સમાધાનની પહેલ કરી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહે તેવું જોવા મળી રહ્યું છે.

કુંભ
શ્રેષ્ઠ મિત્રોની મદદથી, તમે આયોજિત કાર્ય પૂરું થશે.. સપ્તાહની શરૂઆતમાં, કોઈ સ્ત્રી મિત્રની મદદથી, તમને કોઈ મોટી નફાકારક યોજનામાં જોડાઈ શકો છો. નેતાને સફળતા મળશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નવી નોકરી તકો અને સમાજમાં સન્માન વધશે અને લોકો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે. વિવાહિત જીવન સુખમય રહેશે.

મીન 
પાછલા અઠવાડિયામાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશો. આ સપ્તાહમાં સ્વાસ્થ્ય અને સંબંધ બંને વધુ મજબૂત બનશે. સમાજ પરિવારની સમસ્યાને સરળતાથી હલ કરી શકશો. જો તમારી પાસે વિવિધ સ્ત્રોતોમાંથી આવક હોય તો આ સપ્તાહ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરી કરતી મહિલાઓ માટે તે ખૂબ જ શુભ રહેશે.  પરિવારમાં તમારું સન્માન વધશે. ઉપરાંત દેવું દૂર થાય તેવું પણ જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ