બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / The Ministry of Heavy Industries has started an electric mobility promotion scheme
Dinesh
Last Updated: 05:48 PM, 15 March 2024
ઉદ્યોગ મંત્રાલયે ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શરૂ કરી છે. એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના માટે સરકારે 500 કરોડ રૂપિયા ખર્ચ કરશે તેમજ આ યોજનાને કારણે ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદકો બેટરી પર 3 વર્ષની વોરંટી આપી રહ્યાં છે. તેમનો હેતુ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. ઉત્પાદકે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બેટરીની વેચાણ પછીની સેવા માટે સારી ઇકોસિસ્ટમ રહે.
ADVERTISEMENT
આ યોજનાનો હેતું ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો
કોઈપણ ઇલેક્ટ્રિક વાહનમાં બેટરીનો ખર્ચ વાહનની કુલ કિંમતના લગભગ 40 ટકા જેટલો હોય છે. ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ EMPS હેઠળ લાભ મેળવતા EV ઉત્પાદકોએ સ્કીમ હેઠળ યોગ્ય મોડલ્સ માટે ઉચ્ચ સ્તરનું સ્થાનિકીકરણ સુનિશ્ચિત કરવું પડશે. આ યોજના માટે પાત્ર બનવા માટે, ટુ-વ્હીલર માટે 3 વર્ષ અથવા 20,000 કિલોમીટર અને થ્રી-વ્હીલર માટે 80,000 કિલોમીટરની વોરંટી હોવી ફરજિયાત છે.
ADVERTISEMENT
થ્રી-વ્હીલર ખરીદવા માટે રૂપિયા 25 હજારની સહાય અપાશે
આ યોજના હેઠળ દરેક ટુ-વ્હીલર માટે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેનાથી લગભગ 3.3 લાખ ટુ-વ્હીલર્સને મદદ કરવાનો હેતુ છે. નાના થ્રી-વ્હીલર (ઈ-રિક્ષા અને ઈ-કાર્ટ)ની ખરીદી માટે રૂ. 25,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં 41,000 થી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવશે. મોટું થ્રી-વ્હીલર વાહન ખરીદવા પર 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. FAME-2 હેઠળ સબસિડી 31 માર્ચ 2024 સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વેચાયેલા ઈ-વાહનો માટે પાત્ર રહેશે.
વધુ વાંચો ઃ તમિલનાડુ સરકારે PM મોદીને રોડ શોની મંજૂરી ન આપી, આપ્યાં 4 કારણ
આ પહેલા ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકીએ નવીનતાને પ્રોત્સાહિત કરવા અને ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રના વિકાસના ઉદ્દેશ્ય સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવેલ કુલ રૂ. 19.87 કરોડની ગ્રાન્ટ અને ઉદ્યોગ ભાગીદારો તરફથી રૂ. 4.78 કરોડના વધારાના યોગદાન સાથે કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 24.66 કરોડ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT