બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has predicted heavy rain in Porbandar and Dwarka districts today

વરસાદ અપડેટ / ગુજરાતમાં આજનો દિવસ હજુ 'ભારે', દ્વારકા અને પોરબંદરમાં તો..., હવામાન વિભાગે કરી ભયાનક વરસાદની આગાહી

Malay

Last Updated: 07:58 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

  • રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી
  • કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી 
  • સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેવાની શક્યતાઓ

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઉઠ્યા છે, તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી. આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદનું જોર
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.

Heavy to very heavy rain forecast in Central Gujarat by the State Meteorological Department

આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, કચ્છ, મોરબી, જામનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે (23 જુલાઈ) સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરાયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ