બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / The Meteorological Department announced a major alert for the coming days

વાતાવરણ / ઉત્તર ભારતમાં કોલ્ડ એટેક: દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં કમકમાટી ભરી ઠંડી, હવામાન પર આવ્યું મોટું એલર્ટ

Dinesh

Last Updated: 07:31 AM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાના છેલ્લા દિવસોમાં ઠંડીમાંથી થોડી રાહત મળી હતી; ફરી ઠંઠી વધી શકે છે, હવામાન વિભાગે આગામી દિવસો માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે, અમુક વિસ્તારોમાં આવતીકાલથી જ ઠંડીનો કહેર વધશે

  • હવામાન વિભાગે આગામી દિવસો માટે મોટું એલર્ટ જાહેર કર્યું
  • દિલ્હીમાં તાપમાન 3 ડિગ્રીની આસપાસ રહી શકે છે
  • આગામી દિવસોમાં અમુક શહેરોમાં શિતલહેરો જોવા મળશે

શિયાળાના છેલ્લા દિવસોથી ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. પરંતુ ફરી ઠંડી વધી શકે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં ગત દિવસોની સરખામણીએ વર્તમાનમાં તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઝડપી ઘટાડો થશે. પહાડો પરથી બરફીલા પવન મેદાનો તરફ જશે. હવામાન વિભાગે આગામી દિવસો માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે. અમુક વિસ્તારોમાં આવતીકાલથી જ ઠંડીનો કહેર વધશે તો અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં આ શિતલહેરો જોવા મળશે. જાણીએ શું છે હવામાન વિભાગનું એલર્ટ

દિલ્હીનો વેધર રિપોર્ટ

દિલ્હીમાં તાપમાન 3 ડિગ્રીની આસપાસ રહી શકે છે
દેશની રાજધાની દિલ્હી વિશે વાત કરતા હવામાન વિભાગનું કહ્યું છે કે 17 અને 18 જાન્યુઆરીએ દિલ્હીના આયાનગર અને રિજમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીની આસપાસ રહી શકે છે.  મહત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે. તેમજ ગાઢ ધુમ્મસ ફરી એકવાર રાજધાનીને ઘેરશે અને કોલ્ડવેવને કારણે ઠંડીનો પ્રકોપ વધશે. દિલ્હીમાં શૂન્ય તેમજ તેની નીચે તાપમાનની બાબતને IMD દ્વારા અફવા ગણાવી છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલના તાપમાનમાં આજની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આવતીકાલે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

વિક્લી ચાર્ટ

ઉત્તર પ્રદેશમાં ઠંડીનું એલર્ટ
ઉત્તર પ્રદેશમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીથી ઠંડી પારો વધશે. ઉત્તરાયણ પછી તીવ્ર ઠંડીનું એલર્ટ છે, જે આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ફરીથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને હવામાન પાછું તે જ સ્થિતિમાં આવશે. વર્તમાનમાં હાલમાં ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક મોહમ્મદ દાનિશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઉત્તરાયણના કારણે ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ તેમજ ઠંડી સાથે મેલ્ટિંગ પણ વધશે.

આ રાજ્યોમાં પણ શીત લહેર વધશે
તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતના હવામાનમાં રાહતનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું જે હવે દૂર થઈ ગયું છે. આ સાથે ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ બર્ફીલા ઠંડા પવનોનો પ્રવાહ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી શરૂ થયો છે. રાજસ્થાન અને ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે. હવે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે ફરી એકવાર કડકડતી ઠંડી પડશે. દિલ્હીનું લઘુત્તમ પારા 3 અને 4 ડિગ્રી સુધી આવી શકે છે.

ફાઈલ તસવીર

19 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો જોવા મળશે.
પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતનું લઘુત્તમ તાપમાન 18 જાન્યુઆરીથી વધવાનું શરૂ થશે અને ઉત્તર પશ્ચિમ ભારતના બાકીના ભાગોમાં 19 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો જોવા મળશે. તાપમાનમાં વધારાનું કારણ તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે જે 19 જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલય સુધી પહોંચશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ