બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / The match between India and West Indies was held in Port of Spain

ક્રિકેટ / IND vs WI: પહેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો, વેસ્ટ ઈન્ડિઝ 4 રને જીત્યું, પંડયા-સંજુ બધા ફેઇલ

Kishor

Last Updated: 12:05 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારે રસાકસી બાદ વેસ્ટ ઈન્ડિઝે 4 રને જીત પોતાને નામ કરી છે.

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણી
  • પાર્ટ ઓફ સ્પેનમાં યોજાઇ પ્રથમ ટક્કર
  • ઈન્ડિઝે જીત પોતાને નામ કરી છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણી યોજાઇ રહી છે. જેનો પહેલો મેચ આજે 3 ઓગષ્ટના રોજ પાર્ટ ઓફ સ્પેનમાં યોજાઈ રહ્યો છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ભારત સામે ટોસ જીત્યો હતો. બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગમાં યજમાન ટીમેં 149 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ ટીમ તરફથી નિકોલસ પૂરન અને રોવમેન પોવેલની 41 અને 48 રનની ઇનિંગ્સ જોવા મળી હતી. ભારે રોમાંચક આ મેંચમાં અંતે  વેસ્ટ ઈન્ડિઝે 4 રને જીત મેળવી છે.

ઈશાન કિશન અને શુભમન ગિલની જોડીએ કરી શરૂઆત

નોંધનીય છે કે મેચમાં ભારતના બે નવા ખેલાડીઓને તક મળી છે. જેમાં ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને બેટ્સમેન તિલક વર્માએ આજે આ મેચમાં ડેબ્યુ કર્યું હતું. બાદમાં 150 રનનો ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલ ભારતીય ટીમના ઈશાન કિશન અને શુભમન ગિલની જોડીએ ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ શરુઆત ધીમી કરી પ્રથમ બે ઓવરમાં માત્ર 4 રન કર્યા હતા. 

28 રને 2 વિકેટ ખોવાનો વારો આવ્યો હતો
બીજી બાજુ ભારતની શરૂઆત પણ અત્યંત કંગાળ રહી હતી. જેમાં 28 રને 2 વિકેટ ખોવાનો વારો આવ્યો હતો. શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. પહેલી જ ઓવરમાં શુભમન ગિલ સ્ટમ્પ થઈ ગયો હતો. તો 28 રનના સ્કોર પર ઇશાન કિશનના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. વધુમાં સૂર્યકુમાર પણ 21 રન બનાવીને આઉટ થયો હતો તો ટીમને ચોથો ઝટકો તિલક વર્માના રૂપમાં લાગ્યો હતો. મેચમાં ડેબ્યુ કરનાર વર્મા પણ 22 બોલમા 39 રન કરી પવેલીયન પરત ફર્યો હતો.

એક પછી એક વિકેટ ખેડવનાર વેસ્ટઇન્ડિઝ ટીમેં મેચમાં જીવ પુરી દીધો હતો અને હાર્દિક પંડયા 19 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તેની સાથે જ સંજુ સૈમસન પણ 12 રન બનાવીને આઉટ થતા મેચમા ભારે રોમાંચ જોવા મળ્યો હતો.વધુમાં અક્ષર પટેલના આઉટ થયા બાદમા ટીમ ઇન્ડિયા દબાવમાં આવી હતી. જ્યારે છેલ્લી એક ઓવરમાં ભારતને 10 રનની જરૂર હતી. ત્યારે રોમારીયો શેફર્ડ છેલ્લી ઓવરના પહેલા જ બોલ પર કુલદીપ યાદવને આઉટ કર્યા બાદ ભારતના હાથમાંથી જાણે મેચ જતી જ રહી હતી અને અંતે શ્રેણીની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝે 4 રને જીત લીધી છે.

Image

Image

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ