બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The highest custodial death in Gujarat over the country

ઘટસ્ફોટ / મોટા સમાચાર : દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં, મોદી સરકારે જાહેર કર્યા આંકડા

Kiran

Last Updated: 01:33 PM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં થયા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંકડા જાહેર કર્યા જેમાં 2020-21માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.

  • દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં
  • રાજ્યમાં એક વર્ષમાં કસ્ટડીમાં 17 મૃત્યુ
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંકડા જાહેર કર્યા

દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં થયા છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કસ્ટોડિયલ ડેથના જાહેર કરેલા આંકડામાં કહેવાયું છે કે 2020-21માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક વર્ષ દરમિયાન પોલીસ કસ્ટડીમાં 17 મૃત્યુ થયા છે. જ્યારે  વર્ષ 2018-19માં પોલીસ કસ્ટડીમાં 13 મૃત્યુ થયા હતા. તો વર્ષ 2019-20માં 12 આરોપીઓના કસ્ટડીમાં મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ કસ્ટોડિયલ ડેથ મુદ્દે ગુજરાતના 7 કેસમાં NHRCએ સહાય આપવા ભલામણ કરી છે જ્યારે ગુજરાત બાદ પોલીસ કસ્ટડીમાં 13 મૃત્યુ સાથે મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે છે. આમ જો વાત કરવામાં આવે તો 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીનાં મૃત્યુ થયા છે જેમાં NCRBના રિપોર્ટમાં પણ ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. 

અગાઉ લોકસભામાં સરકારે રજૂ કર્યો જવાબ

અગાઉ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિત જવાબ રજૂ કર્યો હતો. જેમાં છેલ્લા ત્રણ વર્ષના પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડીના આંકડા આપ્યા છે. કેન્દ્રએ આપેલા આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષ, 2018-19માં દેશમાં કુલ 136 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જેમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 13, બીજા ક્રમે મધ્ય પ્રદેશ 12, ઉત્તરપ્રદેશ 12, મહારાષ્ટ્ર 11, તમિલનાડુ 11, દિલ્હી 8, રાજસ્થાન 8, કર્ણાટક 7, અને આસામ, બિહાર, પંજાબ, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં 5-5 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જ્યારે અન્ય રાજ્યોમાં એકથી માંડીને ચાર આરોપીના મોત નિપજ્યા હતા. વર્ષ 2019-20માં દેશમાં કુલ 112 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 14, ગુજરાત-તામિલનાડુમાં 12, દિલ્હીમાં 9, પશ્ચિમ બંગાળમાં 7, ઓરિસ્સામાં 6, પંજાબમાં 6, બિહારમાં 5, અને અન્ય રાજયોમાં એકથી માંડીને ચાર વ્યકિતઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. 

વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા

વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 17, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 8. કર્ણાટકમાં 5, ઝારખંડમાં 5 અને બાકીના રાજ્યોમાં એકથી માંડીને ચાર વ્યક્તિના પોલીસ કસ્ટડીમાં મોતનો અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ