બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The government spent money on the haphazardly running RMC plant in Gujarat

એક્શન પ્લાન / ગુજરાતમાં આડેધડ ચાલતા RMC પ્લાન્ટ પર સરકાર ગાળિયો કસવાની ફિરાકમાં, લવાશે પોલિસી, નાગરિકે કહ્યું 'જીવવું હરામ થઇ ગયું'

Priyakant

Last Updated: 12:43 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RMC Plant News: બાંધકામોમાં સિમેન્ટ-કોંક્રીટના તૈયાર મટિરિયલનો મોટા પાયા પર ઉપયોગ, જે મટિરિયલ તૈયાર કરવા માટે બનાવવામાં આવતા RMC પ્લાન્ટની સંખ્યા એટલી વધીકે જેના લીધે શહેરોમાં હવાના પ્રદૂષણે માઝા મુકી

  • ગુજરાતમાં ધમધમી રહ્યાં છે 5,000થી વધુ RMC પ્લાન્ટો 
  • માથાના દુ:ખાવા સમાન RMC પ્લાન્ટથી આરોગ્ય સામે ગંભીર ખતરો
  • ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પોલિસી બનાવવા માટે કામગીરી શરૂ 

RMC Plant News : ગુજરાત જેમ-જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમ-તેમ નવી બિલ્ડિંગો-મકાનો બની રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નવા બાંધકામોનો રાફડો ફાટ્યો છે. આ બાંધકામોમાં સિમેન્ટ-કોંક્રીટના તૈયાર મટિરિયલનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. જે મટિરિયલ તૈયાર કરવા માટે RMC પ્લાન્ટ (રેડી મિક્સ કોંક્રીટ) બનાવવામાં આવે છે. આવા પ્લાન્ટની સંખ્યા એટલી વધી ગઈ છે કે, જેના લીધે શહેરોમાં હવાના પ્રદૂષણે માઝા મુકી છે. આથી સરકાર હવે આ મુદ્દે ગંભીર બની છે. આગામી દિવસોમાં સરકાર RMC પ્લાન્ટ મુદ્દે એક પોલિસી બનાવવા જઈ રહી છે. હાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ પોલિસી બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. 

RMC પ્લાન્ટ એટલે શું ? 
રેડી મિક્સ કોંક્રીટ પ્લાન્ટ એટલે RMC પ્લાન્ટ. જ્યારે નવા બાંધકામ કરવામાં આવે ત્યારે તેમાં ધાબું, છાજલી, પિલર, બીમ સહિતના સ્ટ્રક્ચર બનાવવા માટે રેતી, સિમેન્ટ, કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે છે. જૂની પદ્ધતિ મુજબ બાંધકામના સ્થળે જ રેતી, સિમેન્ટના ઢગલા કરી ત્યાં જ તેને મિક્સ કરીને મટિરિયલ તૈયાર કરાતું હતું. જોકે સમયની માંગ સાથે આ પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. જેથી હવે બાંધકામના સ્થળે ખુલ્લામાં આરસીસી મટિરિયલ તૈયાર કરવાના બદલે તે RMC (રેડી મિક્સ કોંક્રીટ) પ્લાન્ટ દ્વારા મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. આ માટે બાંધકામના સ્થળે કે, તેની નજીક જ આ RMC પ્લાન્ટ નાખવામાં આવે છે અને તેમાં RCC મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. 

RMC (રેડી મિક્સ કોંક્રીટ) પ્લાન્ટથી હવાનું પ્રદૂષણ
આ તરફ હવે આ વ્યવસ્થામાં એક તકલીફ એ ઊભી થઈ કે, RMC પ્લાન્ટમાં મટિરિયલ તૈયાર થતું હોય ત્યારે આસપાસના વિસ્તારોમાં હવાનું ખૂબ જ પ્રદૂષણ ફેલાતું હોય છે. વળી તે મટિરિયલ લઈને આવતા-જતાં હેવી વાહનોના લીધે પણ હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાય છે. સિમેન્ટ અને માટી હવામાં એટલી ઊડતી હોય છે કે, આસપાસના વિસ્તારોમાં પ્રદૂષિત હવાના લીધે ધૂળિયું વાતાવરણ સર્જાઈ જાય છે. આ જ પ્રદૂષિત હવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના શ્વાસમાં જવાના લીધે શ્વસનતંત્રના અનેક પ્રકારના રોગ થાય છે. નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવું અભિશાપ લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 

GPCBની મંજુરીથી ચાલતા RMC પ્લાન્ટની સંખ્યા 659
RMC પ્લાન્ટ મુદ્દે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં રહેતા નાગરિકો મોટા પ્રમાણમાં ફરિયાદો કરી રહ્યાં છે. લોકોની ફરિયાદ આવે એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ RMC પ્લાન્ટ સામે પગલાં લઈને કલોજર નોટિસ ફટકારે છે. કલોજર નોટિસ મળતા પ્લાન્ટ સંચાલકો GPCB પાસે આવે છે કે RMC પ્લાન્ટ વગર બાંધકામ કેમ કરવું? અને જો RMC પ્લાન્ટ દૂરના સ્થળે રાખવામાં આવે તો તેનું ટ્રાન્સપોર્ટેશન પરવડે નહીં. જેના લીધે બાંધકામ અટકી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં ગુજરાતભરમાં GPCBની મંજુરીથી ચાલતા RMC પ્લાન્ટની સંખ્યા 659 છે. 

RMC પ્લાન્ટ માટે પોલિસી બનાવવાનો નિર્ણય
સૂત્રોના જણાવ્યા મુજબ મંજૂરી વગર આખા ગુજરાતમાં 5,000 થી વધુ RMC પ્લાન્ટ ધમધમી રહ્યાં છે. બંને તરફની રજૂઆતને કારણે અને બંને પક્ષકારો સાચા હોવાના કારણે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ છે કે આનો ઉકેલ કેમ લાવવો? આથી તેનો કાયમી રસ્તો કાઢવા માટે સરકારના પર્યાવરણ વિભાગે હવે કમર કસી છે અને RMC પ્લાન્ટ માટે પોલિસી બનાવવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમણે તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. 

જાણો હવે શું થશે ? 
GPCBના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ પોલિસીની મુખ્ય સૈદ્ધાંતિક બાબતો પર ચર્ચા થઈ ચૂકી છે. જેમાં RMC પ્લાન્ટના સ્થળે તકેદારીના પૂરતા પગલાં લેવા પર ભાર     મુકાયો છે. પ્લાન્ટ ચાલુ હોય ત્યારે ડસ્ટ ન ઊડે તે જોવાની પ્લાન્ટ સંચાલકની જવાબદારી ફિક્સ કરાશે. આ માટે પ્લાન્ટની ફરતે ખૂબ જ ઊંચે સુધી આડશો લગાડીને અંદરની ડસ્ટ બહાર ન જાય તેવી વ્યવસ્થા કરવાનો નિયમ લાવવામાં આવશે. આ ઉપરાંત પ્લાન્ટમાંથી મટિરિયલ ભરીને ટ્રક જાય ત્યારે પણ ધૂળ, માટી કે ડસ્ટ ન ઊડે તેની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આગામી થોડા દિવસમાં આ પોલિસીની જાહેરાત કરવામાં આવશે તેમ પર્યાવરણ વિભાગના સૂત્રોએ જણાવી રહ્યાં છે.     
 
સમગ્ર રાજ્યમાં મંજુરી સાથે 659 પ્લાન્ટ કાર્યરત છે, મંજૂરી વગરનો આંકડો 5000થી વધુ 

વિસ્તાર પ્લાન્ટની સંખ્યા
અમદાવાદ રૂરલ 68
અમદાવાદ શહેર 35
અમદાવાદ પૂર્વ 35
અમરેલી 15
આણંદ 6
અરવલ્લી 20
બનાસકાંઠા 5
ભરૂચ 50
ભાવનગર 17
બોટાદ 1
છોટા ઉદેપુર 1
દાહોદ 1
ડાંગ 2
દેવભૂમિ દ્વારકા 11
ગાંધીનગર 66
ગીર સોમનાથ 15
જામનગર 11
જુનાગઢ 4
ખેડા 7
કચ્છ પૂર્વ 23
કચ્છ પશ્ચિમ 3
મહીસાગર 1
મહેસાણા 12
મોરબી 5
નર્મદા 1
નવસારી 16
પંચમહાલ 9
પાટણ 4
પોરબંદર 2
રાજકોટ 21
સાબરકાંઠા 2
સુરત 100
સુરેન્દ્રનગર 3
તાપી 5
વડોદરા 53
વલસાડ 29
કુલ 659

RMC પ્લાન્ટને લઈ પર્યાવરણ એન્જિનિયર શું કહે છે?
GPCBના પૂર્વ અધિકારી અને પર્યાવરણ એન્જિનિયર ચિરાગ ભિમાણીએ જણાવ્યું હતું કે, RMC પ્લાન્ટમાં વાપરવામાં આવતા રેતી, કપચી અને સિમેન્ટના લીધે હવાનું પ્રદૂષણ ફેલાય છે. હવામાં ડસ્ટિંગના લીધે ફ્યુજીડીઓમિશનનો મુખ્ય પ્રશ્ન સર્જાતો હોય છે. જો એના માટે એર પોલ્યુશન કંટ્રોલના પગલાં લેવામાં આવે જેમ કે, રેતીમાં પાણી છાંટવામાં આવે તો ડસ્ટિંગના થાય તેમજ સિમેન્ટના લોડિંગમાં પણ પૂરતી કાળજી લેવામાં આવે, સક્સન યુનિટ મૂકવામાં આવે તો હવાનું પ્રદૂષણ અટકાવી શકાય છે. હવાના પ્રદૂષણના કારણે હવાના તરતા રજકણ પાર્ટીકયુલેટ મેટર ઉડતા હોય છે. જે શ્વાસમાં જાય તો દમની બીમારી થઈ શકે છે. અને જેને દમની બીમારી હોય તે વધુ તીવ્ર બની શકે છે. રહેણાંક વિસ્તારમાં જો પ્લાન્ટ હોય તો ઘરમાં પણ પ્રદૂષણ થતું હોય છે. પરંતુ મુખ્યત્વે જો આ રજકણો શ્વાસમાં જાય તો દમ, અસ્થમા જેવી બીમારી થવાનો ભય રહે છે. આને નિવારવા કપચી, રેતી પર પાણીનો છંટકાવ કરવામાં આવે, સિમેન્ટની હેરફેર વખતે ધ્યાન રાખવામાં આવે તેમજ ટ્રાન્સપોર્ટેશન વખતે ટ્રકના વ્હીલમાં માટી ચોંટી હોય તો પ્લાન્ટમાંથી બહાર નીકળતી વખતે વ્હીલ ધોઈને નિકળે અને રોડ પાકા બનાવી દેવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય છે. 
 
ધૂળ અને સિમેન્ટના લીધે હવામાં જે પ્રદૂષણ ફેલાય છે: સિનિયર ફિજિશયન
અમદાવાદના સિનિયર ફિજિશયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, ધૂળ અને સિમેન્ટના લીધે હવામાં જે પ્રદૂષણ ફેલાય છે તેવી હવા જો શ્વાસમાં જાય તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની સમસ્યા સર્જાય છે. શોર્ટ ટર્મની સમસ્યામાં ઊલટી થવી, ગભરામણ થવી, આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા સર્જાય છે. જ્યારે લાંબા ગાળાની સમસ્યામાં શ્વસનતંત્રના રોગ થઈ શકે છે. દમ, અસ્થમાની મુખ્ય સમસ્યા સર્જાઇ શકે છે. આ ઉપરાંત સ્કીન ડિસિજ પણ થઈ શકે છે. સાયનસની બીમારી પણ થઈ શકે છે. 
 
GPCB ચેરમેન શું કહે છે ?
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી.બારડે જણાવ્યું હતું કે, RMC પ્લાન્ટમાં હાલ તો મેઇન ડસ્ટનો ઇસ્યુ છે. એની જે કેટેગરી છે એ મુજબ 250 મીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ. સ્કૂલ, રોડ કે અન્ય બીજા બાંધકામો હોય તેનાથી 250 મીટર દૂર હોવું જોઈએ. હવે જો પ્લાન્ટને સિટીથી દૂર લઈ જવામાં આવે તો તે પ્લાન્ટ સંચાલકને પોસાતું નથી હોતું. જો પ્લાન્ટ દૂર હોય તો ટ્રાન્સપોર્ટેશન તો મોંઘું પડે જ છે પરંતુ લાંબા ટ્રાન્સપોટેશનના લીધે પણ પ્રદૂષણ થતું હોય છે. બીજી તરફ સ્થાનિક રહેવાસીઓ પ્લાન્ટથી પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદો કરે છે. 

આ અંગેની પોલિસી બનાવાશે: GPCB ચેરમેન
GPCB ચેરમેને કહ્યું કે, તેના નિવારણ માટે અમે એક કમિટી બનાવી છે. આ કમિટી જે નિર્ણય કરે તેના પછી તે અંગેની પોલિસી બનાવાશે. જેમાં RMC પ્લાન્ટ અંગેના નિયમો કડક કરાશે. કયા પ્રકારના સાધનો લગાવવાથી પ્રદૂષણ ઘટાડી શકાય તે વિચારાશે. આ કમિટીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ટેકનિકલ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જે પ્લાન્ટની મુલાકાત પણ લેશે અને સ્ટેક હોલ્ડરને પણ સાથે રાખશે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્લાન્ટની ફરતે ઊંચી વાડ બનાવવી, સ્પ્રિન્કલિંગ કરવું જેવા પગલાં લેવાનું વિચારાઈ રહ્યું છે.             

RMC પ્લાન્ટના કારણે એલર્જી બ્રૉંકાઈટિસની સમસ્યા  
અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય પૂજા રાવલ જણાવે છે કે,  તેના ઘરથી 300 મીટરના અંતરે RMC પ્લાન્ટ કાર્યરત છે. જેની ડસ્ટ ઉડે રાખે છે. તેના લીધે છેલ્લા એક વર્ષથી એલર્જી બ્રૉંકાઈટિસની સમસ્યા સર્જાઈ છે. હાલ ફેફસાંના ડૉક્ટરની દવા ચાલી રહી છે. ડસ્ટથી બચવા 24 કલાક ઘરના બધા બારી દરવાજા બંધ રાખવા પડે છે. જેના લીધે જીવવું હરામ થઈ ગયું છે. 
 
RMC પ્લાન્ટની ડસ્ટના લીધે ખાંસીની કાયમી સમસ્યા 
અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય નીતિન જોશીને RMC પ્લાન્ટની ડસ્ટે એટલું નુકશાન પહોંચાડ્યું છે કે, તેમને ખાંસીની કાયમી સમસ્યા થઈ ગઈ છે. તેમના ઘરની પાસે 3થી 4 RMC પ્લાન્ટ ધમધમી રહ્યાં છે. હાલમાં તેઑ એલોપથી અને આયુર્વેદની દવા દિવસમાં 3 વખત લે છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી દવાની અસર રહે છે ત્યાં સુધી ખાંસીમાં રાહત રહે છે. પરંતુ જેવી ફરી ડસ્ટ શ્વાસમાં જાય એટલે ફરી તીવ્ર ખાંસી શરૂ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ