બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / the government is giving subsidy to install solar on the roof.

તમારા કામનું / ન તો પાવર કટ કે ન તો બિલનું ટેન્શન, છત પર સોલાર લગાવવા માટે સરકાર આપી રહી છે આટલી સબસિડી

Megha

Last Updated: 05:20 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર લોકોને તેના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સોલાર રૂફટોપ સબસિડી સ્કીમ યોજના હેઠળ સબસિડી આપી રહી છે.

  • સરકાર લોકોને છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપી રહી છે 
  • સોલાર સ્કીમના છે ઘણા ફાયદા 
  • તમે તેના દ્વારા કમાણી પણ કરી શકો છો

આજકાલ ભારત સરકાર પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે તેના બીજા વૈકલ્પિક સ્ત્રોતો પર ઘણો ભાર મૂકી રહી છે. સરકાર પેટ્રોલ- ડીઝલનો વપરાશ ઘટાડીને ઇમ્પોર્ટનું બિલ  (India Import Bill) ઘટાડવા માંગે છે. આ પાછળનું સૌથી મોટું કારણ છે બદલાતી પરિસ્થિતિ સાથે બીજા દેશોની જેમ ભારતની ઊર્જા જરૂરિયાતો પણ રહી છે. ભારતમાં ઉર્જા જરૂરિયાતો વધુ છે પણ તેના કરતાં વધુ તેલ અને ગેસની આયાત માટે ભારત વધુ નિર્ભરતા વધારે છે.

એટલા માટે જ હાલ સરકાર ઉર્જાની આયાતને ઘટાડવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે કે એ લોકો તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ખુદ ઉર્જાનું ઉત્પાદન કરે. સરકાર 2030 સુધી કુલ 40 ટકા ઉર્જા બીજા વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા ઉત્પાદન થાય એવું લક્ષ્ય ધરાવે છે. એટલા માટે સરકાર લોકોને તેના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સોલાર રૂફટોપ સબસિડી સ્કીમ યોજના હેઠળ સબસિડી પણ આપી રહી છે. 

સોલાર સ્કીમના છે ઘણા ફાયદા 
સોલર રૂફટોપ સબસિડી સ્કીમ સામાન્ય લોકો માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઓછો થાય છે. કારણ કે આ સ્કીમ મુજબ સોલર રૂફટોપ લગાવવાનો એક ભાગ સરકાર તરફથી સબસિડી તરીકે ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર સહિત અનેક રાજ્ય સરકાર પણ સોલર રૂફટોપ લગાવવા વધારાની સબસિડી આપી રહી છે. 

વીજળી મળે છે ફ્રી 
સોલાર પેનલ લગાવવાથી વીજ બિલની ઝંઝટનો અંત આવે છે. એક વખત સોલાર રૂફટોપ લગાવી દીધા પછી દરરોજના વપરાશ માટે વીજળી તમારી છત પર લાગેલ સોલાર રૂફટોપના સોલાર પેનલ્સમાંથી ઉત્પન્ન થાય છે.

વધારાની વીજળી વહેંચીને પૈસા કમાઓ 
આ સ્કીમનો ત્રીજો ફાયદો એ છે કે તમે તેના દ્વારા કમાણી પણ કરી શકો છો. જો ઘરની છત પર લાગેલ સોલાર તમારા દરરોજના વપરાશ કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું છે, તો પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ તમારી પાસેથી એ વીજળી ખરીદી લેશે. સોલર રૂફટોપ સબસિડી યોજના એકસાથે ત્રણ જબરદસ્ત ફાયદા આપે છે. આ એક એવું રોકાણ છે, જે માત્ર તાત્કાલિક બચત તો કરે જ છે પણ સાથે સાથે આવકની પણ વ્યવસ્થા કરી આપે છે. 

આટલી મળે છે સબસિડી 
સામાન્ય રીતે વિચારી લઈએ તો તમારું ઘર 1000 ચોરસ ફૂટનું છે અને તમે 500 ચોરસ ફૂટની અગાસીમાં સોલાર પેનલ ફિટ કરાવો છો તો સામાન્ય લાઇટ, પંખા, ટીવી અને પાણીની મોટર જેવા વપરાતા ઉપકરણો માટે  4.6kW સોલાર પ્લાન્ટ ફિટ કરાવી શકો છો જેનો અલગ લગ રાજ્યમાં લગ અલગ ખર્ચ હોય છે. અંદાજે તમારા સોલાર પ્લાન્ટ ફિટ કરવાની કિંમત  1.88 લાખ થઈ તો સબસિડી પછી તમારે 1.26 લાખ ભરવાના રહે છે. 

2.5 વર્ષમાં વસૂલ થઈ જાય છે ખર્ચ 
સોલાર પેનલ વડે તમારા ઘરની તમામ જરૂરિયાતો પૂરી કરીને તમે દર મહિને વીજળી બિલમાં લગભગ ચાર હજાર જેટલી બચત કરો છો. એક વર્ષના અંદાજે 60 હજાર રૂપિયા એટલે કે તમારો આખો ખર્ચ અઢી વર્ષમાં વસૂલ થઈ જાય છે. 

આવી રીતે કરો અપ્લાઇ 
જો તમારો વપરાશ ઓછો છે તો તમે કોઈ નાનો સોલાર પ્લાન્ટ પણ લગાવી શકો છો. જો તમે 2kWની સોલાર પેનલ લગાવો છો, તો તેની કિંમત લગભગ 1.20 લાખ રૂપિયા થશે. 3 kW સુધીની સોલાર રૂફટોપ પેનલ્સ માટે સરકાર તરફથી 40 ટકા સુધીની સબસિડી ઉપલબ્ધ છે. સોલાર રૂફટોપ લગાવવા માટે તમે તેની સત્તાવાર વેબસાઇટ https://solarrooftop.gov.in/ પર જઈને અરજી કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ