બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The fourth round of rain is likely to be heavy in the state

અવિરત મેઘમહેર / મેઘરાજાએ છોટા ઉદેપુરને બરાબર ધમરોળ્યુંઃ વરસાદનો ચોથો રાઉન્ડ ગુજરાત માટે હોઇ શકે છે 'અતિ ભારે'

Dinesh

Last Updated: 09:35 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હમણાં વરસાદનું જોર ઓછું રહેશે, પરંતુ તા. 1 ઓગસ્ટથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની શક્યતા કેટલાક હવામાન નિષ્ણાતોએ દર્શાવી છે.

  • મેઘરાજાએ છોટાઉદેપુરને ધમરોળ્યું
  • રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ ભારે બને તેવી શક્યતા
  • 1 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થઈ શકે છે

રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે,  જોકે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાને મેઘરાજાને રીતસરનો ધમરોળી નાખ્યો છે. આ જિલ્લાના પાવી જેતપુરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે બોડેલીમાં આઠ ઇંચ વરસાદ વરસતા લોકો તોબા પોકારી ઊઠ્યા છે. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી બે કાંઠે થઈ છે. આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાથી નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલી બનાસ નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમ 86.62 ટકાથી પણ વધુ ભરાઈ ચૂક્યો છે. બનાસ નદીમાં પાણી છોડાતાં આસપાસનાં ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. 

રાજ્યના 128 તાલુકામાં વરસાદ 
ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન કન્ટ્રોલ રૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પાવી જેતપુર, બોડેલી બાદ જાંબુઘોડામાં છ ઇંચ, છોટાઉદેપુર તાલુકામાં ચાર ઇંચ, તિલકવાડામાં પોણા ચાર ઇંચ, સંખેડા અને સિહોરમાં સાડા ત્રણ ઇંચ, ડભોઈ, કપરાડામાં સવા બે ઇંચ, બોરસદ, નસવાડી, ગરુડેશ્વરમાં પોણા બે ઇંચ, આણંદમાં દોઢ ઇંચ, સુબીર, હાલોલ, બારડોલીમાં સવા-સવા ઇંચ, કવાંટ, વાઘોડિયા અને શંખેશ્વરમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 134 ટકા અને સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના 43 તાલુકામાં 40 ઇંચથી વધુ, 94 તાલુકામાં 20થી 40 ઇંચ અને 104 તાલુકામાં 10થી 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

1 ઓગસ્ટથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની શક્યતા
ગુજરાતમાં હમણાં વરસાદનું જોર ઓછું રહેશે, પરંતુ તા. 1 ઓગસ્ટથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની શક્યતા કેટલાક હવામાન નિષ્ણાતોએ દર્શાવી છે. વરસાદના ચોથા રાઉન્ડમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી નથી. બંગાળના ઉપસાગરમાં તા. 1 ઓગસ્ટે ડીપ ડિપ્રેશન થવાની શક્યતા હોઈ તા. 5 ઓગસ્ટ સુધીમાં વલસાડ, નવસારી, ભરૂચ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે હવામાન વિભાગ જણાવે છે કે, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે. તા. 31 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ અને જૂનાગઢમાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.

સુરતના પલસાણામાં ધોધમાર વરસાદ
અમદાવાદની વાત કરીએ તો શહેરમાં આગામી 4 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની વકી છે. શહેરમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે અને ક્યારેક દિવસ દરમિયાન વરસાદના એક-બે ભારે ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઈ નથી. દરમિયાન આજે શહેરનું લઘુતમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ હતું. આ દરમિયાન આજે સવારે સુરતના પલસાણામાં ધોધમાર વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ