બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / The first half of the IPL was very exciting

આઈપીએલ / બહુ જ રોમાંચક રહ્યો હતો IPLનો પ્રથમ હાફ

Premal

Last Updated: 06:38 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની ૧૪મી સિઝનની શરૂઆત એપ્રિલમાં ભારતની ધરતી પર થઈ હતી, જે IPL-૨૦૨૧ના પ્રથમ હાફના રૂપમાં જાણીતી છે. કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત થયા બાદ IPLને સ્થગિત કરી દેવામાં આવી અને હવે બાકીની મેચ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં ૧૯ સપ્ટેમ્બરથી રમાવાની શરૂ થશે, જેનો IPL-૨૦૨૧નો બીજો હાફ કહેવામાં આવી રહ્યો છે.

  • IPLનો પ્રથમ હાફ ખૂબ જ રોમાંચક રહ્યો હતો
  • IPL-2021નો બીજો હાફ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
  • પ્રથમ હાફમાં દર્શકોને રોમાંચકનો ડબલ ડોઝ મળ્યો હતો

IPL-૨૦૨૧ના પ્રથમ હાફમાં દર્શકોને રોમાંચકનો ડબલ ડોઝ મળ્યો હતો. હવે શરૂ થઈ રહેલા બીજા હાફ પહેલાં નજર ફેરવીએ ટૂર્નામેન્ટનો પ્રથમ હાફ કેવો રહ્યો હતો તેના પર...

CSKએ જીતની હેટ્રિક લગાવી હતી

ગત સિઝન એટલે કે IPL-૨૦૨૦ના પ્લેઓફમાં પણ નહીં પહોંચી શકેલી ચેન્નઈ સુપર કિંગ્સે IPL-૨૦૨૧માં પણ બહુ જ ખરાબ શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં ચેન્નઈને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ ટીમે ગજબનાક વાપસી કરી. IPL-૨૦૨૧ના ૧૫મા મુકાબલામાં ચેન્નઈએ કોલકાતાને ૧૮ રનથી હરાવીને સતત ત્રણ મેચ જીતી લીધી હતી અને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર કબજો જમાવી દીધો હતો, જોકે હાલ ચેન્નઈની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.

કમિન્સે સેમ કરનની ઓવરમાં ૩૦ રન ઝૂડી કાઢ્યા હતા

પ્રથમ હાફમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ચેન્નઈએ એ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ૨૨૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં કોલકાતાએ એક સમયે ૩૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ આન્દ્રે રસેલે ૨૨ બોલમાં ૫૪ રન અને દિનેશ કાર્તિકે ૨૪ બોલમાં ૪૦ રન બનાવીને ટીમની શાનદાર વાપસી કરાવી હતી, જ્યારે અંતમાં પેટ કમિન્સે માત્ર ૩૪ બોલમાં અણનમ ૬૬ રનની તોફાની ઇનિંગ્સ રમી. એમાંય કમિન્સે ફાસ્ટ બોલર સેમ કરનની એક જ ઓવરમાં ૩૦ રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં ચાર છગ્ગા સામેલ હતા. જોકે અંતમાં કોલકાતાની ટીમને ૧૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

દેવદત્ત પડિકલે પ્રથમ સદી ફટકારી હતી

મુંબઈના વાનખેડેમાં રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિકલે ૧૦૧ રનની અણનમ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચી દીધો હતો. તે IPL ઇતિહાસમાં સદી ફટકારનારો ત્રીજો અનકેપ્ડ ખેલાડી બની ગયો હતો. દેવદત્તની પહેલાં પોલ કલથાટી અને મનીષ પાંડે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. એ મેચમાં દેવદત્ત અને વિરાટ કોહલીએ રેકોર્ડ ૧૮૧ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. આરસીબી તરફથી પ્રથમ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. પડિકલે બાવન બોલમાં અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા, જેમાં ૧૧ ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. IPLમાં દેવદત્તની એ પ્રથમ સદી હતી.

હર્ષલ પટેલની એક ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ ૩૭ રન ફટકાર્યા

IPL-૨૦૨૧ના ૧૯મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજાએ આરસીબીના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની એક ઓવરમાં ૩૭ રન ફટકારી દીધા હતા. IPLના ઇતિહાસમાં આવું બીજી વાર બન્યું. આ પહેલાં IPL-૨૦૧૧માં ક્રિસ ગેલે આ સિદ્ધિ મેળવી હતી. જાડેજાએ માત્ર ૨૮ બોલનો સામનો કરીને ૬૨ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. એ ઉપરાંત બોલિંગમાં જાડેજાએ ત્રણ વિકેટ પણ ઝડપી હતી. ચેન્નઈએ એ મેચ ૬૯ રનથી જીતી લીધી હતી.

પૃથ્વી શોએ ઓવરમાં છ ચોગ્ગા ફટકારી દીધા

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી IPL-૨૦૨૧ની ૨૫મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સના પૃથ્વી શોએ કેકેઆરના ફાસ્ટ બોલર શિવમ માવીની એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતાએ એ મેચમાં પ્રથમ બેટિંગ કર્યા બાદ દિલ્હીને ૧૫૫ રનનું લક્ષ્ય આપ્યું હતું. લક્ષ્યના જવાબમાં દિલ્હીએ પૃથ્વી શોની ૪૧ બોલમાં ૮૨ રનની તોફાની ઇનિંગ્સની મદદથી ૧૬.૩ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ