બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / The Fed Reserve's decision buoyed the Indian stock market, with the Sensex 500 and Nifty closing up 150 points.

સ્ટોક માર્કેટ / હાશ ! બે દિવસના ઘટાડા બાદ શેર માર્કેટમાં આવી શાનદાર તેજી, સેન્સેક્સ ફરી 64,000 ને પાર, રોકાણકારો માટે ચાંદી જ ચાંદી

Pravin Joshi

Last Updated: 04:27 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

  • ફેડ રિઝર્વના નિર્ણયે ભારતીય શેરબજારમાં ઉત્સાહ ભરી દીધો
  • રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ને પાર 
  • નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19,133 પોઈન્ટ પર બંધ 


સતત બે દિવસના ઘટાડા પછી ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો અને નિફ્ટી 19,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી 

આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બેન્કિંગ શેરો ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ફાર્મા, ઈન્ફ્રા જેવા સેક્ટરના શેરોમાં તેજી રહી હતી. નિફ્ટીના મિડ કેપ ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર વધ્યા હતા અને માત્ર 2 શેરો ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 41 શૅર ઉછાળા સાથે અને 9 ઘટાડાની સાથે બંધ થયા હતા.

શેર બજારમાં ચારેયકોર ખરીદી જ ખરીદી, સેન્સેક્સ-નિફ્ટી લાઈફ ટાઈમ હાઇ, 65,800  પર બંધ, રોકાણકારોએ આ શેરોમાં કરોડો બનાવ્યા | The stock market hit another  record high ...

રોકાણકારોની સંપત્તિમાં વધારો

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 313.35 લાખ કરોડ રહી હતી, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂ. 310.25 લાખ કરોડ હતી. આજના વેપારમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3.05 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. આજના વેપારમાં ડેલ્ટા કોર્પ 7.63 ટકા, વોડાફોન આઇડિયા 7.42 ટકા, આરઇસી 6.91 ટકા, પાવર ફાઇનાન્સ 6.38 ટકા, ભેલ 5.35 ટકા, ઇન્ડસ ટાવર 5.29 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રાના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ