બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / The Dubai government released Viju Sindhi as no evidence was presented

BIG NEWS / ગુજરાતના સૌથી મોટા બુટલેગર વીજુ સિંધીને દુબઇ સરકારે કર્યો આઝાદ, કારણ જાણી ચોંકી જશો

Malay

Last Updated: 09:38 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ પ્રત્યાર્પણ માટેના પૂરાવા રજૂ ન કરી શકતા કુખ્યાત બુટલેગર વીજુ સિંધીનું વોરન્ટ રદ થયું છે. દુબઈ સરકારે વીજુ સિંધીને છોડી મુક્યો છે.

 

  • વડોદરાના કુખ્યાત બુટલેગર વીજુ સિંધીનું વોરન્ટ રદ
  • પૂરાવા રજૂ ન થતા દુબઈ સરકારે વીજુ સિંધીને છોડી મુક્યો
  • ગત વર્ષે એપ્રિલ મહિનામાં દુબઈ ગયો હતો વીજુ સિંધી

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરનાર વડોદરાના કુખ્યાત બુટલેગર વીજુ સિંધીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દુબઈ સરકારે વડોદરાના કુખ્યાત બુટલેગર વીજુ સિંધીનું વોરન્ટ રદ કર્યું છે. ગુજરાત પોલીસ પ્રત્યાર્પણ માટેના પૂરાવા રજૂ ન કરી શકતા વોરન્ટ રદ કરવામાં આવ્યું છે. સાથે જ દુબઈ સરકારે કુખ્યાત બુટલેગર વીજુ સિંધીને છોડી મૂક્યો છે. દુબઈ સરકારે પોલીસને વોરન્ટ રદ કરવા સાથે બોન્ડની રકમ અને પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે.

કોણ છે વીજુ સિંધી?
સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી સામે અનેક ગુના નોંધાયેલા છે. વિનોદ સિંધી ઉર્ફે વીજુ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ-અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું, પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગતો અગાઉથી જ નક્કી હોય છે. 

વીજુ સિંધી

ગયા વર્ષે એપ્રિલમાં ભાગી ગયો હતો દુબઈ
વીજુ સિંધી દરેક ગાડી કે જેમાં દારૂ ભર્યો હોય છે એનું સતત મોનિટરિંગ કરવા માટે એના વિસ્તારમાં આવતા અલગ-અલગ લોકોને કામ સોંપતો હતો. જેના આધારે દારૂની ડિલિવરી થાય ત્યાર બાદ જ આંગડિયાથી રૂપિયા કે હવાલાથી રૂપિયા મેળવવા માટે રીતસરની વ્યવસ્થા ગોઠવી રાખતો. ભૂતકાળમાં હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વીજુ સિંધી ગત વર્ષે એપ્રિલ મહિનામાં દુબઇ ભાગી ગયો હતો. SMCએ વીજુ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ જાહેર કરાઇ હતી. 

રેડ કોર્નર નોટિસના આધારે કરાઈ હતી ધરપકડ
રેડ કોર્નર નોટિસના આધારે દુબઈ પોલીસે UAEમાં સર્ચ કર્યું હતું. સર્ચ ઑપરેશન બાદ વીજુ સિંધીની ધરપકડ કરવામાં આવી હતી. વીજુ સિંધીને દુબઈથી અબુ ધાબી ઇન્ટરપોલના હેડક્વાર્ટર લઈ જવાયો હતો. આ અંગે UAE સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસને ધરપકડની માહિતી આપી હતી. તમને જણાવી દઇએ કે, વીજુ સિંધી પર ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ નોંધાયા છે. જોકે, હવે તેને દુબઈ પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો છે. 

અમદાવાદના કુખ્યાત બુટલેગર વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટીસ જાહેર, લીકર કિંગ  ચલાવતો હતો દારૂનું નેટવર્ક | Red corner notice issued against Ahmedabad's  notorious ...

જાણો રેડ કોર્નર નોટિસ એટલે શું?
રેડ કોર્નર નોટિસ રીઢા ગુનેગારોને લઈને જાહેર કરવામાં આવે છે. આ નોટિસ અન્ય દેશોની તપાસ એજન્સીઓ અને પોલીસને ગુનેગાર બાબતે સૂચિત કરે છે. આવું એટલા માટે કારણ કે કોઈપણ ગુનેગાર પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવાના પ્રયત્નમાં બીજા દેશમાં જઈને રહી શકે છે. બધા દેશોની એજન્સીઓ એવા ગુનેગાર બાબતે એલર્ટ જાહેર કરી શકે છે અને તેને પકડવામાં મદદ મળી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ