બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The craze of wrongly going abroad has to be abandoned now

મહામંથન / ખોટી રીતે વિદેશ જવાની ઘેલછા હવે છોડવી પડશે, નહીંતર નહીં બચે કશું, ગુજરાતીઓ માથે મોટી ઘાત

Vishal Khamar

Last Updated: 09:37 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર મૃત્યુને ભેટ્યો છે. આ પહેલા પણ મહેસાણાનાં ડિંગુચા ગામનો પરિવાર પણ મૃત્યુંને ભેટ્યો હતો. વિજાપુરના માણેકપુરાના 4 સભ્યોના મૃત્યું થયા છે. વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

  • વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ કેમ વધ્યું?
  • વિદેશ સ્થાયી થવાની ઘેલછા ગાંડપણની હદે કેમ?
  • જે તે દેશની સરકાર આ કિસ્સામાં કેવા પગલા લઈ શકે?

લાલચ બુરી બલા. પણ અહીં તો એવી સ્થિતિ છે કે તમારો મોહ કે લાલચ તમને મૃત્યુ તરફ દોરી જાય છે. ગત વર્ષે જે મામલો કલોલના ડિંગુચા ગામના પરિવાર સાથે થયો એના જેવો જ મામલો બન્યો વિજાપુરના માણેકપુરાના પરિવાર સાથે. વિઝીટર વિઝા લઈને એક પરિવાર કેનેડા ફરવા જાય છે. વતનમાં વસતા પરિવારને તો એમ જ છે કે બધું સહી સલામત છે. અચાનક જ સમાચાર આવે છે કે કેનેડામાંથી અમેરિકા ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો મૃત્યુને ભેટ્યા. આપણે કલ્પના કરી શકીએ કે અહીં ભોગ બનનાર પરિવારના જે સ્વજનો રહેતા હશે તેની હાલત શું થઈ હશે.. છેલ્લા એક વર્ષથી એવો ભયજનક ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં લેભાગુ એજન્ટ અનેક લોકોને કેનેડાથી મેક્સિકો બોર્ડર કે અલગ-અલગ રસ્તે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપાવે છે.
પરંતુ ગત વર્ષ અને આ વર્ષે પરિવારનો ભોગ લેતી ઘટનાઓ આવી આંધળી દોડ મુકનારા લોકો માટે લાલબત્તી સમાન છે. ગેરકાયદે ઘૂસણખોરી સાબિત થાય એટલે કમનસીબી એ વાતની થાય કે ન્યાય કે વળતર મળવાની આશા છોડી દેવી પડે, બંને દેશની સરકાર પણ આ બાબતે ખાસ કંઈ કરી શકે નહીં, એટલે સૌથી મહત્વની છે આવા લોકોની વિવેકબુદ્ધિ. વિદેશ જવાનો મોહ સારો છે પણ તમારા ખુદના ભોગે નહીં. આ સાદી વાત સમજાવી અત્યંત જરૂરી છે ત્યારે ફરી એકવાર એક પરિવારના મૃત્યુ પાછળ અનેક સવાલો સર્જાયા છે.

  • વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર મૃત્યુને ભેટ્યો
  • આ પહેલા મહેસાણાના ડિંગુચા ગામનો પરિવાર પણ મૃત્યુને ભેટ્યો હતો
  • આ વખતે વિજાપુરના માણેકપુરાના 4 સભ્યોના મૃત્યુ થયા
  • વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે
  • ગુજરાતી પરિવાર પણ ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતા મુસીબતમાં ફસાય છે

વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર મૃત્યુને ભેટ્યો છે. આ પહેલા પણ મહેસાણાનાં ડિંગુચા ગામનો પરિવાર પણ મૃત્યુંને ભેટ્યો હતો. આ વખતે વિજાપુરના માણેકપુરાના 4 સભ્યોના મૃત્યું થયા છે. વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતી પરિવાર પણ ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતા મુસીબતમાં ફસાય છે. વિદેશ જવાની લાલચ આપતા લેભાગુ એજન્ટનું પ્રમાણ વધી રહ્યું છે. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. ગેરકાયદે ઘૂસણખોરી હોવાથી જે તે દેશની સરકાર પણ વિશેષ મદદ કરી શક્તી નથી. નેતાઓએ પણ પરિવારોને આવું ન કરવા અનેકવાર સલાહ અને ચેતવણી આપી છે. અનેક સૂચનાઓ છતા ગેરકાયદે ઘૂસણખોરીની ઘટનાઓ અટકતી નથી.

  • વિજાપુરના માણેકપુરાનો પરિવાર 3 ફેબ્રુઆરીએ કેનેડા ગયો હતો
  • સચિન વિહોલ નામના એજન્ટ મારફત પરિવારને વિઝીટર વિઝા મળ્યા
  • પરિવારનું મૃત્યુ થયું તેના 15 દિવસ પહેલાથી વતન સાથે સંપર્ક કપાયો હતો
  • 1 એપ્રિલે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા
  • અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા કુલ 8 ભારતીયોના મૃત્યુના સમાચાર હતા

હાલનો મામલો શું છે?
વિજાપુરના માણેકપુરાનો પરિવાર 3 ફેબ્રુઆરીએ કેનેડા ગયો હતો. સચિન વિહોલ નામના એજન્ટ મારફત પરિવારને વિઝીટર વિઝા મળ્યા. પરિવારનું મૃત્યુ થયું તેના 15 દિવસ પહેલાથી વતન સાથે સંપર્ક કપાયો હતો. 1 એપ્રિલે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા. અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા કુલ 8 ભારતીયોના મૃત્યુના સમાચાર હતા. 2 એપ્રિલે ખબર પડી કે માણેકપુરાના 4 સભ્યો પણ નદીમાં ડૂબી ગયા છે. સેન્ટ લોરેન્સ નદીમાં પરિવારના 4 સભ્યો ડૂબી ગયા હતા. 4માંથી 3ની લાશ મળી છે, એકની શોધખોળ યથાવત છે. જે પરિવાર મૃત્યુ પામ્યો તે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મૃતક પરિવારનું વિદેશમાં કોઈ જ સંબંધી નથી. પોલીસે એવું પણ કહ્યું કે બોટનો માલિક ગૂમ છે. બોટ અંગે પણ માહિતી મળી કે તે 7-8 લોકોને પણ સુરક્ષીત લઈ જઈ શકે એમ ન હતી. જે સમયે પરિવાર સાથે દુર્ઘટના થઈ તે સમયે હવામાન પણ ખરાબ હતું. આ દુર્ઘટના ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર પાસે બની હતી

મૃતકોના નામ

પ્રવિણ ચૌધરી
દક્ષા ચૌધરી
વિધિ ચૌધરી
મિત ચૌધરી

  • કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા વધી
  • 2022થી આ પ્રમાણ વધ્યું
  • 2022થી કેનેડાથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં 8 ગણો વધારો
  • 2022માં 6 હજાર 400થી વધુ લોકો ક્યુબેક કે ઓન્ટારિયો થઈ ન્યૂયોર્ક આવ્યા
  • કેનેડામાં હિમવર્ષાનો માહોલ હોય ત્યારે એજન્ટ મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે
  • મેક્સિકો-અમેરિકા વચ્ચે ટ્રમ્પ વોલ બની છે જ્યાંથી લોકો અમેરિકામાં ઘૂસે છે

આ ટ્રેન્ડ ચેતવણીરૂપ
કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા વધી છે.  2022થી આ પ્રમાણ વધ્યું છે.  2022થી કેનેડાથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં 8 ગણો વધારો થયો છે. 2022માં 6 હજાર 400થી વધુ લોકો ક્યુબેક કે ઓન્ટારિયો થઈ ન્યૂયોર્ક ગયા હતા. કેનેડામાં હિમવર્ષાનો માહોલ હોય ત્યારે એજન્ટ મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો-અમેરિકા વચ્ચે ટ્રમ્પ વોલ બની છે જ્યાંથી લોકો અમેરિકામાં ઘૂસે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ