બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The craze of India-Pak cricket match increased, Waiting in trains

World Cup 2023 / IND vs PAK મેચને લઇ લોકોમાં ભારે ઉત્સાહ: ટ્રેનોમાં વેઇટિંગ, પ્રવાસીઓની ભીડને જોતા લેવાઇ શકે છે મોટો નિર્ણય

Malay

Last Updated: 10:17 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: ક્રિકેટ ચાહકો હવે 14મી ઓક્ટોબરની જોઈ રહ્યા છે આતુરતાથી રાહ, કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં વેઈટિંગ.

 

  • ભારત - પાક વચ્ચેની ક્રિકેટ મેચનો ક્રેઝ વધ્યો 
  • અમદાવાદમાં રમાવનારી મેચને લઈ પ્રવાસીઓનો ધસારો
  • 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ

World Cup 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબર શરૂ થઈ ગયો છે. ભારત આ વખતે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સહિત સમગ્ર વિશ્વના લોકો માટે 14 ઓક્ટોબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે હવે લોકોને આ દિવસે સરળતાથી ટિકિટ નથી મળી રહી.

દિવાળી સમયે જોવા મળતું વેઈટિંગ મેચમાં જોવા મળ્યું 
ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં પણ વેઈટિંગ છે. વંદે ભારત ટ્રેનમાં 170થી વધુનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. પ્રવાસીઓની ભીડ વધશે તો રેલ વિભાગ એકસ્ટ્રા કોચ લગાવી શકે છે.

સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય
રેલવે 14મી ઓક્ટોબરે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ માટે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેથી આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો કોઈપણ સમસ્યા વિના આ મેચને લાઈવ જોઈ શકે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ છે. એટલું જ નહીં હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે ઘણી રાહ જોવી પડે છે, આવી સ્થિતિમાં રેલવેના આ નિર્ણયથી ક્રિકેટપ્રેમીઓને મોટી રાહત મળી છે.

ટાઈમિંગ પણ છે ખૂબ ખાસ
રેલ્વેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેનનો સમય ખૂબ જ ખાસ છે, કારણ કે તે એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે દર્શકો મેચ શરૂ થવાના થોડા કલાક પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે, જ્યારે મેચ ખતમ થયા પછી તેઓ સરળતાથી ઘરે પાછા જઈ શકે છે. આ ટ્રેન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દોડાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ