બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The cave is located in Ranawav of Porbandar

હર હર મહાદેવ / VIDEO: 9000 વર્ષ જૂની ગુફામાં પાણીના ટપકાથી બને છે શિવલિંગ, ગુજરાતમાં જ આવેલી છે આ જગ્યા, જુઓ ક્યાં

Dinesh

Last Updated: 12:06 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલી વર્ષો જૂની જાંબુવનની ગુફામાં પાણીના ટપકાથી બને છે શિવલિંગ, 9000 વર્ષ જૂની આ ગુફા હોવાની માન્યતા છે

  • પોરબંદરના રાણાવાવમાં આવેલી છે ગુફા
  • 9000 વર્ષ જૂની ગુફા હોવાની માન્યતા
  • પાણીના ટપકાથી બને છે શિવલિંગ


પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા ખાતે આવેલ વર્ષો જૂની જાંબુવનની ગુફામાંથી વિશે ઓછા લોકો જાણતા હશે. પરંતુ આ ગુફા સાથે રામાયણથી લઈ મહાભારતકાળ સુધીનો સંબંધ હોવાની માન્યતા છે.આ ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ બને છે.

અહીંયા શિવરાત્રી ધામધૂમથી ઉજવાય છે
પોરબંદર નજીક આવેલ જાંબુવનની ગુફા આવેલી છે. આ ગુફા સાથે રામાયણથી મહાભારત સુધીનો ઇતિહાસ જોડાયેલ છે. તો સાથો સાથ આ ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે. આ ગુફા અંદાજે 9000 વર્ષ જૂની હોવાની માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના અવતારમાં ભગવાન રામને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવામાં મદદરૂપ થનાર જાંબુવન સાથે જોડાયેલ છે.જાંબુવન પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબુવનની ગુફામાં ગયા હતા. ત્યારબાદ ગુફામાં સતત 18 દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. અને અંતે જાંબુવતે પોતાની પુત્રી જાંબુવતીના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણને કન્યાદાનમાં આપી હતી.

જાંબુવન ગુફાનો ભક્તોમાં મહિમા
આ ગુફાની બીજા ખાસિયત એ છે કે આ ગુફાના ઉપરના ભાગથી 365 દિવસ પાણી ટપકતું રહે છે. આ ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ તૈયાર થાય છે.જેને કારણે આ ગુફામાં હજારોની સંખ્યામાં શિવલિંગ જોવા મળે છે. આ રીતે આ ગુફામાં બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ એમ ભગવાનના ત્રણેય અવતાર સાથે જોડાયેલ છે. શિવરાત્રીના પાવન દિવસે અહીં મેળો ભરાય છે. તો મહા પૂજા, આરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કર્યક્રમોનું આયોજન રામેશ્વર મંડળ દ્વારા કરવામાં આવે છે.

આ ગુફામાં બે રસ્તા પડે છે. જેમાંથી એક રસ્તો બેટદ્વારકા નીકળે છે. તો બીજો રસ્તો જૂનાગઢ ગિરનારના પર્વત નજીક નીકળતો હતો. હાલ તો આ રસ્તા નીચે ઉતરતા બંધ થઈ ગયા છે. પરંતુ ભૂતકાળમાં આ રસ્તાથી બેટ દ્વારકા અને જૂનાગઢ જવાતું હતું. જાંબુવતની ગુફા ધર્મ સાથે જોડાયેલ હોવાથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ