બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / The case of murder of a constable in an illicit relationship was converted into Haldwani violence

ચોંકાવનારો ખુલાસો / અવૈધ સંબંધમાં કોન્ટેબલની હત્યા, બાદમાં મામલો હલ્દવાની હિંસામાં પરિવર્તિત કરી દેવાયો, બિહારની ઘટનામાં ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 10:43 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haldwani Violence Latest News:ઉત્તરાખંડના હલ્દવાનીમાં 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસા બાદ આગની ઘટનામાં બિહારના એક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો પણ હવે થયો ચોંકાવનારો ખુલાસો

  • હલ્દવાની હિંસા મામલે હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો 
  • 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસા બાદ મળ્યો હતો બિહારના યુવકનો મૃતદેહ 
  • યુવકનું મોત હિંસાથી નહી પરંતુ અવૈધ સંબંધોના કારણે કરવામાં આવી હતી હત્યા

Haldwani Violence : હલ્દવાની હિંસા મામલે હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસા બાદ આગની ઘટનામાં બિહારના એક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. હવે આ યુવકના મોતની તપાસ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, બિહારના પ્રકાશ નામના યુવકનું મોત હિંસાથી નથી થયું પરંતુ તેની હત્યા અવૈધ સંબંધોના કારણે કરવામાં આવી છે.

શું કહ્યું પોલીસે ? 
SSP પ્રહલાદ મીણાએ બાણભૂલપુરામાં હિંસા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ હિંસા દરમિયાન બિહારના રહેવાસી પ્રકાશ કુમાર નામના વ્યક્તિનું પણ મોત થયું હતું, જ્યારે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે હિંસામાં પ્રકાશ કુમારની હત્યા નથી થઈ. SSPએ ખુલાસો કર્યો હતો કે પ્રકાશ કુમારની હત્યા દુશ્મનીના કારણે કરવામાં આવી હતી અને પોલીસ કોન્સ્ટેબલ, તેની પત્ની અને વહુ અને અન્ય વ્યક્તિ આ હત્યામાં સામેલ હતા. રિપોર્ટ અનુસાર, મૃતકે કોન્સ્ટેબલની પત્ની સાથે તેના ગેરકાયદેસર સંબંધોનો વીડિયો બનાવ્યો હતો અને પૈસા માટે તેને બ્લેકમેલ કરતો હતો.

વધુ વાંચો: NHAIના નિર્ણયથી PAYTM ફાસ્ટેગના 2 કરોડ યુઝર્સને થશે સીધી અસર, જાહેર કરાઇ એડ્વાઇઝરી

જાણો શું હતો સમગ્ર મામલો ? 
હકીકતમાં પ્રકાશ કુમારના પોલીસ કોન્સ્ટેબલની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. દરમિયાન તેણે પ્રકાશની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેને હિંસક મોત બતાવ્યું. તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. SSP પ્રહલાદ મીણાએ જણાવ્યું હતું કે, બાનભૂલપુરા હિંસાના વધુ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, અત્યાર સુધીમાં પોલીસે 42 બદમાશોની ધરપકડ કરી છે જેમની પાસેથી ડઝનબંધ ગેરકાયદેસર હથિયારો અને ગોળીઓ મળી આવી છે. આ સિવાય SSPએ કહ્યું કે, હલ્દવાની રમખાણોના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્ર અબ્દુલ મોઈદ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ