બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The big question raised by the MLA's serious accusation against the collector is, who will save the good schemes?

મહામંથન / નળજળ યોજનાના છીંડા આવ્યાં સામે, કલેક્ટર સામેના MLAના ગંભીર આરોપથી છેડાયો મોટો સવાલ, સારી યોજનાઓને કોણ બચાવશે?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની વિવિધ યોજનાઓમાં છીંડા જોવા મળ્યા છે. પંચમહાલમાં નલ સે જલ યોજના અનેક ગામ સુધી પહોંચી નથી.  શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે જ ગંભીર આક્ષેપ કર્યા છે.

ગુજરાતના દરેક ઘરે નળનું કનેકશન હોય અને દરેક ઘરને શુદ્ધ પાણી મળી રહે એટલો સરળ અને ઉમદા હેતુ નલ સે જલ યોજનાનો છે. સરકારના પ્રયાસોથી યોજનાની સારી બાજુઓ પણ જોવા મળી. પરંતુ કેટલાક કટકીબાજ અધિકારીઓ, વચેટીયાઓની એક જમાત છે જે આવી સારી યોજનાને પણ લૂણો લગાડવામાં હંમેશા તત્પર હોય છે. કારણ માત્ર અંગત સ્વાર્થ અને જેટલા રૂપિયા ઘરભેગા થઈ શકે એટલું જ છે. સ્થિતિ એટલી હદ સુધી વકરે છે કે જનપ્રતિનિધિઓએ આવા અધિકારીઓ સામે ઉતરવું પડે અને યોજનાના છીંડા ઉજાગર કરવા પડે.. માત્ર નલ સે જલ યોજના જ નહીં પણ મનરેગા યોજનામાં પણ એવી જ સ્થિતિ છે. આજે પણ એવા કિસ્સા સામે આવ્યા જેમાં જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેના નામે જોબકાર્ડ બની ગયા. વાત ત્યાં સુધી આવી કે સરકારી કર્મચારીઓના પણ જોબકાર્ડ બન્યા અને તે રૂપિયા બારોબાર ચાઉ થઈ ગયા. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જો કોઈ સરકાર લોકલક્ષી યોજના બનાવે તો પછી તેની અમલવારી બરાબર થઈ રહી છે કે નહીં તે જોવાની જવાબદારી કોની.. યોજનાની અમલવારી કરાવનારાઓ પોતાનું કામ સારી રીતે નથી કરતા તો બે વિકલ્પ છે કે કાં તો તેઓ સારુ કામ કરે અથવા રાજીનામું આપીને ઘરે બેસે. પણ આ બંનેમાંથી કોઈ એક વિકલ્પની અમલવારી કરાવશે કોણ. જેઠા ભરવાડ કે જેઓ ધારાસભ્યની સાથે-સાથે વિધાનસભા ઉપાધ્યક્ષ છે તેમણે તત્કાલિન કલેક્ટર કક્ષાના વ્યક્તિ સામે ગંભીર આક્ષેપ કરવા પડે તે સ્થિતિ જ કેટલી ગંભીર છે. સરકારની યોજનાઓમાં સાંસદો-ધારાસભ્યોની દેખરેખ રહે તે માટે સરકાર કે નીતિ બનાવનારા લોકો શું નક્કર આયોજન ન કરી શકે.

  • સરકારની વિવિધ યોજનાઓમાં છીંડા જોવા મળ્યા
  • પંચમહાલમાં નલ સે જલ યોજના અનેક ગામ સુધી નથી પહોંચી
  • શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે જ ગંભીર આક્ષેપ કર્યા

પંચમહાલમાં નલ સે જલ યોજના અનેક ગામ સુધી પહોંચી નથી.  શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે જ ગંભીર આક્ષેપ કર્યા છે.  જેઠા ભરવાડે તત્કાલિન કલેક્ટર સુજલ મયાત્રા ઉપર આક્ષેપ કર્યા છે.  તત્કાલિન કલેક્ટરે માનીતી NGOને યોજના માટેના ટેન્ડર આપ્યા હતો તેવો આક્ષેપ. મૂળ રકમ કરતા ચાર ગણી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.  ડાંગમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કામ કરવા અક્ષમ અથવા મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના જોબકાર્ડ બન્યા. 

  • પંચમહાલની અનેક ગ્રામપંચાયતમાં નલ સે જલ યોજનામાં નબળી કામગીરી
  • 90 જેટલી ગ્રામપંચાયતમાં વિવિધ સ્તરે નબળી કામગીરી
  • ધારાસભ્ય જેઠા ભરવાડે ગ્રામપંચાયતોના નામ સાથે આક્ષેપ કર્યા

પંચમહાલનો મામલો શું છે?
પંચમહાલની અનેક ગ્રામપંચાયતમાં નલ સે જલ યોજનામાં નબળી કામગીરી જોવા મળી રહી છે.  90 જેટલી ગ્રામપંચાયતમાં વિવિધ સ્તરે નબળી કામગીરી છે.  ધારાસભ્ય જેઠા ભરવાડે ગ્રામપંચાયતોના નામ સાથે આક્ષેપ કર્યા છે. મોટાભાગની ગ્રામપંચાયતમાં સ્ટેન્ડપોસ્ટ અને પાઈપલાઈન હલકી ગુણવત્તાની હતી. હલકી ગુણવત્તાની પાઈપલાઈનથી અનેક જગ્યાએ પાણી લીકેજની સમસ્યા હતી. પાઈપલાઈનની ઉંડાઈ સામે પણ સવાલો ઉઠ્યા હતા. કયાંક નળ કનેકશન હતા પરંતુ સ્ટેન્ડપોસ્ટ આપેલું નહતું અને નળ પણ લાગ્યા ન હતા. કયાંક PVCને બદલે રબ્બરની સાદી ફ્લેક્સીબલ પાઈપ વાપરી હતી.

  • ડાંગના સરવર ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આક્ષેપ
  • જાગૃત નાગરિકે કેટલાક પુરાવા સાથે અધિકારીઓ પર આક્ષેપ કર્યા
  • જે રસ્તો કાગળ ઉપર બન્યો તે સ્થળ તપાસમાં ખોટો સાબિત થયો

ડાંગ જિલ્લાનો મામલો શું છે?
ડાંગના સરવર ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આક્ષેપ છે. જાગૃત નાગરિકે કેટલાક પુરાવા સાથે અધિકારીઓ પર આક્ષેપ કર્યા. જે રસ્તો કાગળ ઉપર બન્યો તે સ્થળ તપાસમાં ખોટો સાબિત થયો. સરવર ગામમાં કેટલાક મૃતકોના પણ જોબકાર્ડ બની ગયા. સરકારી કર્મચારીઓના પણ જોબકાર્ડ બની ગયાનો આરોપ. 

સેટિંગબાજ આ યોજનાના આંકડા જુએ

રાજ્યમાં નળજોડાણની સ્થિતિ

2019-2020
82.75%
 
2020-2021
83.04%
 
2021-2022
94.51%
 
2022-2023
96.50%

આ પહેલા પણ થયો છે વિવાદ! 

  • મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથારે પણ ઉઠાવ્યા હતા સવાલ
  • નલ સે જલ યોજનાને લઈને કરી હતી આકરી ટકોર
  • નિમિષા સુથારે કહ્યું હતું એજન્સીઓને નાણાંમાં જ રસ છે
  • પાણી મળે કે ન મળે કોન્ટ્રાક્ટર ચિંતા કરતા નથી
  • નિમિષા સુથારે કહ્યું હતું સરપંચ અને નાગરિકો જ ધ્યાન આપે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ