બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The Balaji temple owned by the Vadtal Swaminarayan temple in Rajkot came under controversy

રોષ / રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારીએ રોડા નાખ્યા, ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી, સ્થાનિકો લાલચોળ

Mahadev Dave

Last Updated: 11:26 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી નાખી કબજો જમાવી લેતા નવો વિવાદ જાગ્યો છે આ મામલે સ્થાનીકો દોડી ગયા હતા.

  • રાજકોટમાંથી પણ નવો વિવાદ જાગ્યો
  • ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી નાખી દીધી
  • બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે

સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના વકરતા જતા વિવાદ વચ્ચે હવે રાજકોટમાંથી પણ નવો વિવાદ જાગ્યો છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હોવાનું સામે આવતા ગણેશ મંડળના સભ્યો રોષે ભરાયા છે.

The Balaji temple owned by the Vadtal Swaminarayan temple in Rajkot came under controversy

સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેક સાગર સ્વામી
હિન્દુ ધર્મમાં મહત્વના ગણાતા ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે. જે પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. જોકે વિવેક સાગરે ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતી.

The Balaji temple owned by the Vadtal Swaminarayan temple in Rajkot came under controversy

JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી
 
ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. મહત્વનું છે કે બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Balaji Temple Controversy Vadtal Swaminarayan ganesh mahotsav 2023 rajkot ગણેશ ઉત્સવમાં રોડા રાજકોટ ganesh mahotsav 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ