બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / The actor became dirty after getting a film with actress Trisha

ચર્ચા / સારુ તેને બેડરુમમાં લઈ જવા મળશે' એક્ટ્રેસ તૃષા સાથે ફિલ્મ મળતાં ગંદો બન્યો એક્ટર, મોટો વિવાદ

Kishor

Last Updated: 07:59 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા મન્સૂર અલી ખાને અભિનેત્રી તૃષા ક્રિષ્નન પર કરેલી અપમાનજનક ટિપ્પણી મામલે મહિલા આયોગે જાતે જ નોંધ લઈ ફરિયાદની ભલામણ કરી છે.

  • અભિનેત્રી તૃષા ક્રિષ્નન પરની અપમાનજનક ટિપ્પણીનો મામલો
  • અભિનેતા મન્સૂર અલી ખાને કરી હતી વિવાદીત ટિપ્પણી
  • મહિલા આયોગે જાતે જ નોંધ લીધી

અભિનેતા મન્સૂર અલી ખાને અભિનેત્રી તૃષા ક્રિષ્નન પર કરેલી અપમાનજનક ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે અને હવે આ મામલે મહિલા આયોગે જાતે જ નોંધ લીધી છે. આયોગ દ્વારા આ અંગે મન્સૂર અલી ખાન વિરુદ્ધ IPC કલમ 509B સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવા નિર્દેશ જારી કર્યા છે. નોંધનિય છે કે મન્સૂર અલી ખાને ત્રિશા કૃષ્ણન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. તાજેતરમાં લોકેશ કંગરાજની ફિલ્મ લિયોમાં દેખાયા હતા. તેઓએ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

તૃષાએ પણ X પર પોતાની પ્રતિક્રિયા આપી
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર જણાવાયા અનુસાર મન્સૂર અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા તે તૃષા વિરુદ્ધ આડેધડ નિવેદન આપતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. જેને લઈને વિવાદ છેડાયો છે. આ જવાબમાં તૃષાએ પણ X પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્રિશાએ જણાવ્યું કે મારા ધ્યાને એક વીડિયો આવ્યો છે. જેમાં મન્સૂર અલી ખાન મારા વિશે આડેધડ નિવેદન આપે છે. જેને હું વખોડી કાઢું છું. જે અપમાનજનક છે. હું ખાતરી કરીશ કે મારી બાકીની ફિલ્મ કારકિર્દીમાં આવ પ્રકારનો ભોગ ન બનવું પડે. તેમને ત્યાં સુધી જણાવી દીધું હતું કે તેમના જેવા લોકો માનવતાનું નામ ખરાબ કરી નાખે છે.

આવો છે કેસ?

વિગત અનુસાર વીડિયોમાં મન્સૂર તૃષા જણાવતા કહે કે જ્યારે મેં સાંભળ્યું કે હું ત્રિશા સાથે કામ કરી રહી છું ત્યારે મને લાગ્યું કે ફિલ્મમાં કેટલાક બેડરૂમ સીન હશે.ત્યારે મેં વિચાર્યું  કે તેને હું પણ બેડરૂમ સુધી લઇ જાઈશ. જે મેં અગાઉના ફિલ્મમાં અન્ય હીરોઇનને લીધી છે. મેં ઘણી ફિલ્મોમા બળાત્કારના દ્રશ્યો જોયા હોવાથી મારા માટે આ નવું નથી. તેઓએ આગળ જણાવાયું હતું કે આ લોકોએ મને કાશ્મીર શિડ્યુલ દરમિયાન તૃષાને બતાવી પણ ન હતી. બીજેપી નેતા અને NCW સભ્ય ખુશ્બુ સુંદરે પણ તૃષાને સમર્થન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ