બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / The accused who looted lakhs of rupees was caught by raiding Karamadia village in Bhavnagar's Mahuva.

બુકાની ધારી ગેંગ / તમે કાર ડ્રાઈવર રાખતા હોય તો રહેજો એલર્ટ, ભાવનગરમાં વૃદ્ધના ઘરમાં જાસૂસી કાંડ બાદ ચોરીનો બનાવ ખૂલતાં હડકંપ, 4 ઝબ્બે

Dinesh

Last Updated: 11:48 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Crime : ભાવનગરના મહુવામાં કરમદીયા ગામે ધાડ પાડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર બુકાની ધારી ગેંગનાં ચાર આરોપીઓ ઝડપાયા છે, જેમાં એક જુના ડ્રાઈવર હતો

  • ભાવનગર પોલીસ લૂંટ, ધાડનો ગુનો ઉકેલ્યો
  • પોલીસે 10 પૈકીના 4 આરોપીને ઝડપી પાડ્યા
  • મુખ્ય આરોપી જુના ડ્રાઈવર જ હતો


Bhavnagar Crime : જો તમે ડ્રાઈવર રાખવાના હોય તો ચેતી જજો, કારણ કે ભાવનગરથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મહુવામાં કરમદીયા ગામે ધાડ પાડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર બુકાની ધારી ગેંગનાં ચાર આરોપીઓ ઝડપાયા છે, જેમાં એક જુના ડ્રાઈવર હતો. ભાવનગર જિલ્લા જેલમાં જ પ્લાન રચ્યું હતું. બગદાણા પાસેના કરમદીયા ગામે વૃદ્ધ દંપતીને ત્યાં છરી ગીલોલ અને ધોકા સાથે આ ગેગ રાત્રીના સમયે ત્રાટકી હતી અને વૃદ્ધ દંપતી તેમજ પૌત્રીને માર મારી દાગીના સાથે લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.  જો કે, પોલીસે 10 પૈકીના 4 આરોપીને ઝડપી ને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે  

જીવલણ હુમલો કર્યો હતો
ભાવનગર જિલ્લામાં લૂંટ, ધાડ જેવી ક્રાઈમની ઘટના વધી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે. તાજેતરમાં મહુવા તાલુકાના કરમદીયા ગામે રાત્રિના સમયે પરિવાર ફળિયામાં ઉંઘ્યો હતો. તે સમયે અગાઉથી કાવતરું રચીને લૂંટ સાથે ધાડને અંજામ આપનાર 10 જેટલા શખ્સો હથિયાર સાથે પહોંચ્યા હતા. વૃદ્ધ દંપતી પર જીવલણ હુમલો કરીને સોનાની ચેન તેમજ કાનમાં પહેરેલા બુટ્ટી અને ઘરમાં રહેલ રોકડ લાખો રૂપિયા સહિત 6 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. આ ગુનાનો ભેદ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલીને દસ આરોપીઓમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે

પોલીસે વધુ તપાસ હાથ ધરી
ફરિયાદી લાભશંકર મૂળ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમને ત્યાં ડ્રાઇવર તરીકે રાખેલ મુખ્ય આરોપી ગોવિંદને નોકરીમાંથી છૂટો કર્યા બાદ ગુનાના કામમાં ભાવનગર જિલ્લા જેલમાં હતો. તે સમયે વનરાજ નામના ઇસમ સાથે સંપર્કમાં આવતા લૂંટ સાથે ધાડનો સમગ્ર પ્લાન રચવામાં આવ્યો હતો. જે જેલ માંથી છૂટ્યા બાદ અગાઉ રચેલા પાન મુજબ પોતાના શેઠને ત્યાં જ ધાડ પાડી હતી. જેનો ભેદ પોલીસે ઉકેલી આરોપી 1. ગોવિંદ ભાલિયા 2. અજય વાઘેલા 3. વિપુલ 4. વિનુભાઈ ખેરાળાને ઝડપી પડ્યાં હતાં. પોલીસે 2,46,350નો મુદ્દા માલ રિકવર કર્યો છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ