બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Thank You PIA': Pakistani air hostesses fly to Canada, and 'vanish'

રહસ્ય ખુલ્યું / 9 પાકિસ્તાની એરહોસ્ટેસ દેશ છોડીને લાપત્તા બનતાં ચકચાર, હોટલમાં સામે આવ્યું સત્ય

Hiralal

Last Updated: 06:08 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક પાકિસ્તાની એરહોસ્ટેસ દેશ છોડીને ગુમ થતાં રહસ્ય ઘેરાયું છે. આ એરહોસ્ટેસ નોકરીમા આવે છે પરંતુ પછીથી અચાનક અદ્રશ્ય થઈ જાય છે.

પાકિસ્તાનમાં રોજ કંઈને કંઈ નવું બનતું હોય છે જોકે તે નેગેટિવ જ હોય છે. આ દેશ જ એવો છે કે ત્યાં પોઝિટીવ જેવું કશું બનતું નથી. માત્ર ખરાબ જ સાંભળવા મળે. હવે સમાચાર સામે આવ્યાં છે કે 1 વર્ષમાં 9 પાકિસ્તાની એરહોસ્ટેસ ગુમ થઈ છે અને તે પણ નોકરી પરથી. બે દિવસ પહેલા પાકિસ્તાનની સરકારી એરલાઇન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સની એક એરહોસ્ટેસ ગુમ થઈ હતી, તે ફ્લાઈટની ડ્યુટી પર તો આવી હતી પરંતુ કેનેડામાં ઉતર્યાં બાદ તેના કોઈ સમાચાર નહોતા. મંગળવારે ડૉને અહેવાલ આપ્યો હતો કે એરહોસ્ટેસ મરિયમ રઝા ઇસ્લામાબાદથી પીઆઇએની ફ્લાઇટ પીકે-782માં સવાર થઇ હતી. પરંતુ જ્યારે ફ્લાઈટ કરાંચી પરત ફરવા લાગી તો તે ડ્યૂટી પર રિપોર્ટ કરવા પરત ફરી નહતી. 

હોટલમાં થૈક્યુ પાકિસ્તાન લખીને રફુચક્કર થઈ 
આ પછી અધિકારીઓએમરિયમ રઝાની શોધ કરી અને હોટલ પર પહોંચ્યા, ત્યારે તેની બેગ ત્યાં મળી આવી હતી. બેગ ખોલવામાં આવી તો એર હોસ્ટેસનો ડ્રેસ મળી આવ્યો અને તેમાં એક ચિઠ્ઠી પણ મળી આવી. ચિઠ્ઠીમાં માત્ર એટલું જ લખેલું હતું, "થેન્ક યુ, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ." મરિયમ રઝા લગભગ 15 વર્ષથી પાકિસ્તાનની સરકારી એરલાઈનમાં કામ કરી રહી હતી. હાલ તે ઈસ્લામાબાદથી ટોરેન્ટો જતી ફ્લાઈટમાં ફરજ બજાવી રહી હતી. 

એક વર્ષમાં નવ છોકરીઓ ગુમ થઈ 
એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ વર્ષે આ બીજો કિસ્સો છે જ્યારે કોઈ એર હોસ્ટેસ પાકિસ્તાનથી કેનેડા ગુમ થઈ ગઈ હોય. એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની નવમી ઘટના છે. આવા કિસ્સાઓથી પાકિસ્તાન એરલાઈન્સને પણ આશ્ચર્ય થાય છે.

ગુમ થઈને ક્યાં જઈ રહી છે 
મરિયમ રઝાએ હવે કેનેડામાં રહેવાની યોજના બનાવી છે. આવી સ્થિતિમાં, તે કેનેડામાં રોકાઈ ગઈ અને એક પત્ર લખીને પાકિસ્તાની એરલાઇનનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગઈ. આ પહેલા પણ મરિયમ રઝાની આ જ રીતે બહાર નીકળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેનેડાની શરણાર્થી નીતિ ખૂબ સરળ છે, કેનેડામાં કોઈપણ વ્યક્તિ દેશની અંદર આવીને આશ્રય માટે અરજી કરી શકે છે અને તરત મળી પણ જાય છે. કેનેડામાં લોકો આ રીતે જ રહે છે.
ગયા મહિને આવો જ એક કિસ્સો ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક એર હોસ્ટેસ રિટર્ન ફ્લાઇટમાં ડ્યૂટી આપવા માટે પરત ફરી નહોતી. ગયા વર્ષે આવા 7 કેસ હતા. એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આવા જ ક્રૂ મેમ્બર થોડા વર્ષો પહેલા કેનેડામાં પણ આવી જ રીતે રોકાયા હતા. તે હવે કેનેડામાં સ્થાયી થયો છે અને અન્ય ક્રૂ મેમ્બર્સને પાકિસ્તાન છોડીને અહીં કેવી રીતે સ્થાયી થવું તેની સલાહ આપે છે. પાકિસ્તાન એરલાઈનનું કહેવું છે કે અમે કેનેડાના પ્રશાસન સાથે વાત કરી રહ્યા છીએ કે આવા કેસને કેવી રીતે રોકી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ